Western Times News

Gujarati News

ભરૂચના વાંદરિયા ગામે કાર હટાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે ધિંગાણું

અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી.

મારામારી અંગે વાલિયા પોલીસ સામે સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.મારામારી માં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિત ૯ સામે પોલીસ ફરિયાદ થઇ છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાંદરીયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ-૧૭ નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પ્રતીકના કાકા ચોરઆમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇક્કો ગાડી લઈને આવ્યા હતા. જે ઇક્કો ગાડી અચાનક બંધ પડી થઇ હતી.

જે ગાડીને ભત્રીજો સહીત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા. તે વેળા ગામના રવીન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઇ હતી.

બાદમાં રવીન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો. રાતે અલ્પેશ ચંદ્રકાંત વસાવા, શૈલેષ દીલાસિંગ વસાવા, અંકિત શાંતિભાઈ વસાવા, સુરેશ મંગા વસાવા પ્રતીકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે કેમ મારા કાકાને બાઈક લઇ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા.

તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી.સામે પક્ષના રવીન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મંજૂરીના રૂપિયા આપી પરતા આવી રહ્યા હતા તે સમયે નિશાળ ફળિયામાં ઇક્કો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંગ વસાવા,શૈલેશ અમરસિંગ વસાવા અને દીપક ચંપક વસાવા સહીત રાજુ જયંતી વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યાે હતો.આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.