ભરૂચની ચીકી દેશ વિદેશમાં સ્વાદ પ્રેમીઓ માટે બની પ્રખ્યાત
ઉત્તરાયણ પર્વ આવતા જ વિવિધ ફ્લેવરની ચીકીનું કરવામાં આવે છે ઉત્પાદન
(પ્રતિનિધિ) ભરૂચ, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ અને વિશ્વમાં પ્રખ્યાત થયેલી ભરૂચની ખારીસિંગ.ધૂરની ડમરી માંથી સ્વાદિષ્ટ બનતી આ ખારીસિંગ માંથી તૈયાર થતી ચીકીની પણ માંગ વધુ છે.જેના કારણે ભરૂચ જીલ્લામાં ઉત્પાદન થતી ખારીસિંગ અને ચીકી માત્ર ભરૂચ જીલ્લા તેમજ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પહોંચી રહી છે અને રોજનું મોટા પ્રમાણમાં વિવિધ ફલેવરમાં ચીકીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચના સોનેરી મહેલ નજીક રહેતા ગફુરભાઈ શેખ કે જેઓ માત્ર પાંચ રૂપિયાના કિલોના ભાવે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તરમાં આવેલ મજુમદારની હવેલીના ઓટલા ઉપર થી સિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને વર્ષ ૧૯૬૪માં રાજ કપૂરની એક ફિલ્મ સંગમ આવી હતી અને મિત્રો સાથે જાેવા ગયા હતા.બસ ત્યાર થી આ ફિલ્મ જાેયા બાદ ગફુરભાઈએ ૧૯૬૪થી પોતાની સિંગ સેન્ટરને સંગમ સિંગ નામ આપ્યું હતું.જે આજે પણ આજ નામથી દેશ અને વિદેશમાં પ્રખ્યાત બન્યું છે.સંગમ સિંગ સેન્ટર માંથી માત્ર ભરૂચ જીલ્લામાં જ નહિ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં અને દેશ – વિદેશમાં પણ આ સિંગ પ્રખ્યાત બની છે.જેને આજે પણ તેઓની ત્રીજી પેઢી રૂપે તેમનો વંશ પુત્ર ગુલામ મુસ્તુફા ઉર્ફે બાબુભાઈ તેમજ તેઓના પૌત્ર સિરાજ શેખ આ વ્યવસાયને આગળ વધારી રહ્યા છે.
સંગમ સિંગના નામ થી માત્ર ખારીસિંગ નહીં પરંતુ ચીકીનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.તેઓ દ્વારા વિવિધ સિંગ ની ફ્લેવર તેમજ ચીકી માં પણ અવનવી ફલેવર જેમાં માવા ચીકી,સિંગ ચીકી,તલ ચીકી,કોપરા ચીકી,ચોકલેટ ચીકી,રાજગરા ચીકી,ડ્રાય ફ્રુટચીકી સહિત મુખવાસ ચીકી એમ અલગ અલગ ચીકીનું રોજનું ૫૦૦ થી ૭૦૦ કિલો ઉત્પાદન કરી તેને પેકિંગ કરી માત્ર ભરૂચ જીલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરના જીલ્લાઓ અને દેશ – વિદેશમાં પણ તેઓ પહોંચાડી રહ્યા છે.ભરૂચ જીલ્લાની ખારીસિંગ નહીં પરંતુ ચીકીની માંગ પણ મોટા પ્રમાણમાં રહે છે એટલા માટે રોજ ૫૦૦ થી ૭૦૦ કિલો ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે.તેઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી માવા ચીકીની માંગ વધુ હોય છે.જેના કારણે તેનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
તો શિયાળાની સીઝનમાં માવા ચીકી આરોગવાથી અનેક ફાયદાઓ થતા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ચીકીના ઉત્પાદન માટે કારીગરોની સાથે સાથે તેઓના પરિવારના લોકો પણ આ વ્યવસાયમાં દિવસભર મહેનત કરી રહ્યા છે.ચીકીના ઉત્પાદન સાથે તેને પેકિંગ કરીને વેપારી સુધી પહોંચાડવામાં આવે છે અને જેટલું ઉત્પાદન કરવામાં સમય લાગે છે તેટલો સમય પહોંચાડવામાં પણ લાગે છે.ત્યારે પરિવારના મોહસીનાબાનું એ જણાવ્યું હતું કે અમારા આ પેઢીગત વ્યવસાયને વધુમાં વધુ આગળ વધે તે માટે અમે બધા ભેગા થઈ મહેનત કરી રહ્યા છે. જાેકે ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ બજારોમાં વિવિધ ફલેવરની ચીકી મળવાનું શરુ થઈ ગયું છે અને લોકો ખરીદી કરવા પણ આવી રહ્યા છે.તો શિયાળાની સીઝનમાં માવા ચીકીનું વેચાણ વધુ હોય લોકો માવા ચીકી ખરીદી પણ રહ્યા છે અને શિયાળામાં માવા ચીકી ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું પણ જણાવી રહ્યા છે.
ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ,સુઝની અને ખારીસિંગ પ્રખ્યાત છે.ત્યારે વિશ્વમાં ભરૂચના ગોલ્ડન બ્રિજ અને ખારીસિંગની આજે પણ બોલબાલા છે.ત્યારે ભરૂચની સંગમ ખારીસિંગ બાદ હવે તેઓની વિવિધ ફ્લેવરની ચીકી પણ દેશ અને વિદેશમાં પ્રખ્યાત થતી જાેવા મળી રહી છે.તો વર્ષ દરમ્યાન તેઓનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.