ભરૂચની ખુશી ચુડાસમાને ટીમ ઈવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ૨ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળ્યા
(પ્રતિનિધિ)ભરૂચ, નવી દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઈફલ ઈવેન્ટ્સ કોમ્પિટિશનમાં ૩ ટીમ કેટેગરીમાં ભરૂચ અને વડોદરાની ૩ શૂટર્સ દીકરીઓ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
નવી દિલ્હી ખાતે ૧૫ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે.જેમાં ગુજરાત માંથી ભરૂચ અને વડોદરા રાઇફલ શૂટિંગ એસોસિએશન માંથી શૂટર્સ ખુશી ચુડાસમા, હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ટીમ ઈવેન્ટ્સની ૩ કેટેગરીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર અંકે કર્યા છે. ૫૦ મીટરની સિનિયર અને જુનિયર પ્રોન ટીમ બે ગોલ્ડ હાંસલ કર્યા છે.
જ્યારે ૫૦ મીટર ૩ પોઝિશન જુનિયર વુમન ટીમ કેટેગરીમાં એક સિલ્વર મેડલ મેળવ્યા છે. ભરૂચની દીકરી ખુશી ભરત ચુડાસમા હાલ વડોદરા રાઈફલ શૂટિંગ એકેડમી માંથી ટ્રેનિંગ લઈ હાલ ગુજરાત સ્પોટ્ર્સ ઓથોરિટીના નેજા હેઠળ નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લીધો હતો.
આભાર – નિહારીકા રવિયા