ભરૂચના જુના બ્રિજના પર ભારે વાહન પસાર ન થાય તે માટે લગાડેલી એંગલ સાથે ટેમ્પો ભટકાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર અકસ્માતો સતત બની રહ્યા છે.ત્યારે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નજીકના જુના સરદાર બ્રિજના ભરૂચ તરફના નાકા પાસે ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. Bharuch’s old bridge tempo strays with angle imposed to prevent heavy vehicles from passing
છતાં ભારે વાહનો પસાર થતા અકસ્માતો સર્જાય રહ્યા છે.અગાઉ પણ શ્રદ્ધાળુ ભરેલા ટેમ્પાને અકસ્માત નડતા ૩ લોકોના મોત નિપજ્યા હતા.ત્યાર બાદ આજે વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું.
ભરૂચ જીલ્લા માંથી પસાર થતી નર્મદા નદી ઉપરથી પસાર થતા જુના સરદાર બ્રિજ ઉપર અકસ્માતોના બનાવ સતત બની રહ્યા છે. જુના સરદાર બ્રિજ પરથી ભરૂચ તરફથી એક બંધ બોડીનો ડાર્ક પાર્સલનો ટેમ્પો પુર ઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન ભારે વાહનોની અવર જવર ન થાય તે માટે લગાડવામાં આવેલી લોંખડની એંગલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ટેમ્પાની બોડી ટેમ્પાથી છૂટી થઈ ગઈ હતી.પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.જોકે લોખંડની એંગલના કારણે અગાઉ સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પામાં સવાર ૩ શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા.ત્યારે લોખંડની એંગલ દૂર કરવામાં આવે અથવાતો સ્પીડ બ્રેકર મુકવામાં આવે જેથી વાહનોની ગતિ ધીમી થવાના કારણે પણ અકસ્માતો ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે.