બાબરા પંથકના ભાવરડી ગામે લમ્પી બાદ નવા વાયરસનો કહેર: 40 ઘેટાના મોત
અચાનક પશુના મોત થતાં આરોગ્ય તંત્ર દોડયું: સેમ્પલ લેવાનું શરૂ
અમરેલી, અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ આવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આ અનોખા વાયરસથી માલધારીઓનાં પશુઓ ટપોટપ મરી જતાં પશુપાલકો ચિંતિત બની ગયા છે. Bhavardi village outbreak of new virus
ખાંભા ગીરનાં ભાવરડી ગામે પશુપાલકો અને ખેતી પર નિર્ભર ભાવરડી ગામમાં છેલ્લા 5-6 દિવસથી એક ઝેરી વાયરસ પશુઓમાં ફેલાયો છે જેને લઈને પશુઓના મોત થઈ રહૃાા છે ને ભાવરડીના રત્નાભાઈ ભરવાડ નામના માલધારીનાં 30 થી 40 જેટલા ઘેટાઓ અચાનક જ મોતને ભેટતા માલધારી પર આભ તૂટી પડેલું છે.
ગામના સરપંચને જાણ કરીને પશુઓના મોત અંગે રત્નાભાઈ ભરવાડેવાકેફ કર્યા હતા. પશુઓ ગૌચરમાં ચરતા ચરતા અચાનક એક દિવસ ખોરાક વગર જ ઉભા રહે છે પશુઓ ખોરાક લેવાનું બંધ કરીને ત્રીજા દિવસે મોતને ભેટતા હોવાથી કયાં વાયરસથી પશુઓ મોતને ભેટયા તે અંગે સરપંચ ઘ્વારા પશુ ચિકિત્સકને બોલાવીને ભાવરડી ગામના પશુપાલકોના પશુઓની સારવાર અને વાયરસ અંગે સેમ્પલો લીધા છે.
ગીર પંથકનાં ગામડાઓમાં મોટાભાગે માલધારીઓ જ વસવાટ કરે છે ભાવરડી ગામમાં રત્નાભાઈ ભરવાડનાં 30 થી 40 ઘેટા મોતને ભેટતા પશુ ચિકિત્સક ઘ્વારા 4-પ દિવસથી પશુઓ પર મોનીટરીંગ થઈ રહૃાું છે.
એક તરફ લમ્પી વાયરસનો કહેર બીજી તરફ આ નવા વાયરસથી પશુઓના મોતથી અમરેલી જિલ્લાનાં પશુપાલકો ચિંતિચ બન્યા છે સેમ્પલો અમરેલી ખાતે તપાસમાં મોકલાવ્યા છે ને નવા વાયરસ પર પશુ ચિકિત્સકો કેટલો કાબુ મેળવી શકે છે તે એક ચિંતાનો વિષય આગામી દિવસોમાં જોવા મળે તેવા સમીકરણો હાલની પરિસ્થિતિ જોતા જણાઈ છે.