Western Times News

Gujarati News

ભાવનગરમાં હથિયારોના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા

AI Image

(એજન્સી)રાજકોટ, ભાવનગરમાં ઘાતક હથિયારો સાથે ૪ યુવક ઝડપાયા છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાંથી ઘાતક હથિયારો સાથે ૪ યુવકો ઝડપાયા છે. પેરોલ ફર્લો સ્કોર્ડે ઈનોવા કારમાં જઈ રહેલા ૪ યુવકોની હથિયારો સાથે ધરપકડ કરી છે. પોલીસે ઈનોવા કારનું ચેકિંગ કરતા તેમાંથી એક દેશી તમંચો તેમજ ૨ પિસ્ટલ અને છરી જેવા હથિયાર મળી આવ્યા છે. હાલમાં દેશી તમંચાના બે કાર્ટીઝ, દેશી પિસ્ટલના ૧૦ કાર્ટીઝ પણ પોલીસે કબ્જે કરી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણાના ડુંગરપુરનો અકીબ જુસબ લાખાપોટા અને મહુવાના નીપ ગામનો સમીર મહમદ બુકેરાની પોલીસે હથિયાર સાથે ધરપકડ કરી છે.

આ સિવાય અમરેલી જિલ્લાના વીજપડી ગામના ઈનાયત ફિરોઝ ચૌહાણ અને સાવરકુંડલાનો સાજીદ ઈસ્માઈલ જીરુકા ઘાતક હથિયાર સાથે ઝડપાયા છે. પોલીસે કુલ ૩૧,૫૦૦ના મુદ્દામાલ સાથે ૪ ઈસમોની ઝડપી પાડ્‌યા છે. આ હથિયાર કોને આપવાના હતા કે કોઈ ઘટનાને અંજામ આપવાનો હતો જેવા અનેક પ્રશ્નોને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દરમિયાન ૨૫ એપ્રિલે જૂનાગઢમાં ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા હતા, જેમાં નિવૃત્ત આર્મી જવાને પિસ્તોલ અન્ય શખ્સને આપી હોવાની વાત સામે આવી હતી, લાયસન્સ વગરની પિસ્તોલ આપી જાહેરનામાનો ભંગ કર્યો હતો તો જૂનાગઢ એસઓજી પોલીસે બંન્ને ઈસમોને ઝડપી પાડ્‌યા હતા, એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે આરોપીઓ ઝડપાયા હતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ શહેરમાં પોલીસે દારૂના ૭ કેસ કરી મહિલા સહિત ૪ શખ્સની અટક કરી ૩૪,૯૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ૧૧ નશાખોરને પણ પકડી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા પાસે આવેલા પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં રહેતો ૪૨ વર્ષીય શિવમ ઉર્ફે શીવો મથુરાદાસ નિર્મળને બી ડિવિઝન પોલીસે દારૂની અડધી બોટલ સાથે ઝડપી લઈ મોપેડ સહિત ૩૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.