પિતાના મૃત્યુ બાદ 12 દિવસમાં જ પુત્રીનું ઈકો કાર અથડાતાં અકસ્માતમાં મોત
પિતાના બારમાની વિધી પૂરી કરી શાળાએ જતી પુત્રીનું અકસ્માત મૃત્યુ
(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનીએ જીવ ગુમાવતા પરિવારની અંદર ફરી શોકનો માહોલ છવાયો છે. શાળાએ જતી વિદ્યાર્થીનીને ઇકો કાર ચાલકે ટક્કર મારતા અકસ્માતનો ભોગ બની હતી.
અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માત બાદ ઇકો કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ૧૮ વર્ષીય પુત્રીના મામાએ ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિતાનું મૃત્યુ થયાના થોડા દિવસમાં જ પુત્રીનું પણ મૃત્યું થતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ હતી.
ડોક્ટર બનવાના સ્વપ્ન જોઇ રહેલી અને તે માટે અભ્યાસમાં કઠોર મહેનત કરી રહેલી ભાવનગરની ૧૮ વર્ષની વિદ્યાર્થીની આજે સવારે સ્કુલે જઇ રહી હતી ત્યારે શિક્ષક સોસાયટીના નાકા પાસે પુર ઝડપે પસાર થઇ રહેલા ઇકો કારના ચાલકે એક્ટીવા લઇને જઇ રહેલી વિદ્યાર્થીનીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં વિદ્યાર્થીનીને ગંભીર ઇંજાઓ પહોંચી હતી સારવાર માટે તેણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જીવલેણ અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ જતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
CCTV વીડિયોમાં દેખાય છે કે બેફામ ચાલતી ગાડીએ ટક્કર મારતા વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેના બાદ વિદ્યાર્થીની ગંભીર ઇજાના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે, સારવાર માટે લવાયેલી વિદ્યાર્થિનીને તપાસી તબિબોએ મૃત જાહેર કરતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે જીલ ભણવામાં ખુબ જ હોશીયાર હતી અને તે ઓઝ ઇÂન્સ્ટટયૂટમાં રી-નીટની તૈયારી કરતી હતી.
આ ઘટનાએ પરિવારને વધુ એક આંચકો આપ્યો. કારણ કે હજુ ૧૨ દિવસ પહેલા જ વિદ્યાર્થીનાનું પિતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. અને ૧૫ દિવસની અંદર પુત્રીનું મોત થતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. જીલના પિતાનું તા.૨૫ના રોજ મૃત્યુ થયું હતું અને તેના કારણે તે થોડા દિવસથી સ્કુલે જતી ન હતી.
બારમાની વીધી પુરી થયા બાદ જીલ આજે સવારે અભ્યાસ માટે ઘરેથી નિકળી હતી. જીલ તેની એક્ટીવા લઇને શિક્ષક સોસાયટીના નાકા પાસે પહોંચી હતી તે સમયે અચાનક જ પુર ઝડપે ધસી આવેલા ઇકો કારના ચાલકે એક્ટીવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.