Western Times News

Gujarati News

નક્સલીઓ સાથેની અથડામણમાં ભાવનગરનો જવાન શહીદ થયો

રાયપુર, છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં નક્સલવાદી ઓપરેશનમાં સીઆરપીએફના એક કોબરા કમાન્ડો શહીદ થયો હતો. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક નક્સલી ઠાર મરાયો હતો. નકસલી હુમલામાં શહીદ થયેલો જવાન મેહુલ સોલંકી ભાવનગરના શિહોર તાલુકાના દેવગણા ગામના વતની હતો. શુક્રવારે તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવશે.

બાદમાં સન્માન સાથે અંતિમવિધિ કરાશે. આ અંગે માહિતી આપતા સુરક્ષા દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તુમરેલ વિસ્તારમાં કેટલાંક નક્સલીઓ છુપાયાં હોવાની બાતમીને આધારે સુરક્ષા દળોએ શરૂ કરેલાં સર્ચ ઓપરેશ દરમિયાન નક્સલીઓ સાથેના એન્કાઉન્ટરમાં કોબરા કમાન્ડો મેહુલ સોલંકીને ગોળી વાગતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક નક્સલવાદી ઠાર મરાયો હતો. જેની ઓળખ કરવાની હજી બાકી છે.

નક્સલીઓ સામેનું ઓપરેશન હજી ચાલી રહ્યું હોવાનું જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે, એન્કાઉન્ટરમાં કોબરા ટ્‌‰પ્સના ત્રણ જવાનો ઘાયલ થયાં હતાં. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ પહોંચાડવા માટે વાયુ સેનાના હેલિકોપ્ટર્સ રવાના કરાયા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.