અમદાવાદમાં બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવનાર માતા-પિતા સામે પોલીસની કાર્યવાહી
અમદાવાદ, શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ત્યારે હવે શહેરના વિવિધ વિસ્તારમાં ચાર રસ્તાઓ ઉપર બાળકો પાસે ભિક્ષાવૃતિ કરવનારા શખ્સો સામે પણ પોલીસે લાલઆંખ કરી છે, તેમજ આવા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે દરમિયાન શહેરના એલિસબ્રિજ અને ચાંદખેડા વિસ્તારમાં બાળકો પાસે ભિક્ષાવૃતિ કરવનારા માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરાવનાર માતા-પિતા સામે પોલીસે ફરિયાદ નોંધી છે.૮ વર્ષ, ૬ વર્ષ અને ૫ વર્ષના બાળકો પાસે માતા-પિતા ભિક્ષાવૃત્તિ કરાવતા હતા અને દર ચાર રસ્તે આ ભિક્ષાવૃતિ કરાવવામાં આવતી હોવાની વાત પોલીસને મળી હતી જેના કારણે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે. પાંજરાપોળ પાસેથી બાળકો મળી આવતા માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ચાંદખેડામાં પણ ૧૦ વર્ષના બાળક સાથે કરાઈ ભિક્ષાવૃત્તિ.
માતા-પિતાના તેમના નાના બાળકો પાસે ભિક્ષાવૃતિ કરાવતા હોવાની વાત સામે આવી છે,આ બાબતે અમદાવાદના ચાંદખેડા અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે,માતા-પિતા એક જગ્યાએ બેસી રહે અને તેમના બાળકોને ભીખ માંગવા મોકલે છે આ વાતને પોલીસે પર્દાફાશ કર્યો છે.
બાળકો ચાર રસ્તેથી જે ભિક્ષાવૃતિ કરતા તેના રૂપિયા માતા-પિતાને આપતા અને માતા-પિતા તેમાથી તેમનું ગુજરાન ચલાવતા હતા,પોલીસે માતા-પિતાની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.
ઘણીવાર ચાર રસ્તાઓ પર આપણે જોયું છે કે,બાળકો કારના કાચ ખખડાવતા હોય છે અને ભીખ માંગતા હોય છે,ત્યારે આવા કિસ્સાઓમાં માતા-પિતા સાઈડમાં ઉભા રહીને જોતા હોય છે કે બાળકને કેટલા રૂપિયા આપ્યા,ત્યારે માતા-પિતા સ્વસ્થય હાલતમાં હોય છે અને તેમને કામ કરવુ હોતું નથી અને તેના બદલામાં બાળકો પાસે ભીખ મંગાવતા હોય છે.
અમદાવાદમાં ગુમ થતાં બાળકો અને ભિક્ષાવૃતી કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ કાર્યરત છે. જેના દ્વારા છેલ્લા ૬ મહિનામાં ૯૬ બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. આ રેસ્કયુ કરાયેલા બાળકોમાં ૩ બાળકીઓના અપહરણને લઈ હેબિયસ કોપર્સ પણ દાખલ થયેલી હતી.
રેસ્કયું કરાયેલા ભીક્ષાવૃત્તિ કરતા ૬૫ બાળકો માંથી ૩૭ બાળકીઓ છે. મહત્વનું છે કે બાળકોનો લેબર તરીકે ઉપયોગ કરતા હોય ત્યાં રેડ કરી ૨૮ બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે. બાળકોનો ઉપયોગ કેરિયર તરીકે થતો હોય કે કેમ તે અંગે પણ ચેકીંગ કરવામાં આવ્યા છે જે મામલે પણ ૩ કેસો નોંધવામાં આવ્યા છે.