ભીમનાથ ગામે રેલ્વે સ્ટેશનની સફાઈ કરી બનાવ્યું ચોખ્ખું-ચણાક

બરવાળાના ભીમનાથ ગામે રેલ્વે સ્ટેશન ખાતે સરપંચ, તલાટી સહિતના આગેવાનોએ શરૂં કર્યુ સ્વચ્છતા અભિયાન:
હરિયાળી અને કુદરતી સૌંદર્યને જેને વરદાનમાં મળ્યા છે એવા બરવાળાના ખૂબ સોહામણાં અને લીલકા નદીના કિનારે વસેલા ભીમનાથ ગામને વધુ હરિયાળું બનાવવાની નેમ
માહિતી બ્યુરો, બોટાદ, હરિયાળી અને કુદરતી સૌંદર્યને જેને વરદાનમાં મળ્યા છે એવા બરવાળાના ખૂબ સોહામણાં અને લીલકા નદીના કિનારે વસેલા ભીમનાથ ગામને વધુ હરિયાળું બનાવવાની નેમ સરપંચ, તલાટી સહિતના આગેવાનો તેમજ ગ્રામજનોએ લીધી છે. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તમામ લોકોએ ઉત્સાહપૂર્વક રેલ્વે સ્ટેશનની સફાઈ કરી હતી. વહેલી સવારથી જ ગ્રામજનો સ્વેચ્છાએ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે ભીમનાથને વિશાળ વિશ્વ સાથે જોડતા રેલ્વે સ્ટેશનને સ્વચ્છ અને સુંદર બનાવવાની મહત્વપૂર્ણ પહેલનો સમાવેશ થાય છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આવકારદાયક અને સ્વચ્છ જગ્યા બનાવવાનો છે, જે જીવનની સારી ગુણવત્તા માટે ભીમનાથવાસીઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભીમનાથને વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સૌંદર્ય પ્રાપ્ત થયું છે. ફરતી ટેકરીઓ, ગાઢ જંગલો અને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ ભીમનાથના ગ્રામવાસીઓ આ કુદરતી ભેટની રક્ષા કરવાના મહત્વ વિશે વાકેફ છે. સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય અભિન્ન રીતે સંકળાયેલા છે. “સ્વચ્છતા હી સેવા” માત્ર ઝુંબેશ જ નથી પરંતુ જીવનનો એક માર્ગ છે, જે પ્રકૃતિનો આદર કરે છે અને લોકોમાં ગૌરવની ભાવનાને પોષે છે.