ગેરકાયદે MBBSની પ્રેક્ટિસ કરતા આંકલાવના BHMS ડોકટરની ધરપકડ
વડોદરા, વડોદરા નજીક આવેલા સિઘરોટ ખાતે ગેરકાયદે પ્રેકટીસ કરી રહેલા આણંદ જિલ્લાના આંકલાવ ગામના રહિશ એવા કહેવાતા ડોકટરની પોલીસે ધરપકડ કરી હતી.
બોર્ડ પર બીએસએએમની (BHMS Degree Holder) ડિગ્રી હોવાનું લખાણ લખીને એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર પણ મળી ન આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રહેતો સુરેશ રણછોડભાઈ રોહીત સિંધરોટ દાજી પુરા ચોકડી પાસે એક શોપીંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવે છે.ડ ડિગ્રી વિના એલોપેથીક દવાઓઆપી લોકોના આરોગ્ય જાેડે ચેડા કરી રહ્યો હોવાની માહિતીના આધારે જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પોલીસે તપાસ કરી હતી.
આ અંગે તપાસ કરતા સુરેશ રોહિત પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન અંગનું કોઈ પ્રમાણપત્ર કે કોઈ પણ જાતના સમકક્ષ સંસ્થાનું પ્રમાણપત્ર મળી ન આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. વડોદરા તાલુકા પોલીસ મથકના સ્ટાફે મેડીકલનીટીમને સાથે રાખી દાજીપુરા ચોકડી પાસે આવેલ શોપીંગ સેન્ટરના બીજા નંબરની દુકાનમાં રેડ પાડી
ત્યારે દવાખાનામાં તબીબ સુરેશ રોહિત હાજર મળી આવ્યો હતો તેની પાસેથી તબીબી પ્રમાણપત્ર કે ડિગ્રી પણ ન હોવાનું જણાવતા પોલીસે બોગસ તબીબી બની એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતા સુરેશની ધરપકડ કરી હતી. દવાખાનામાંથી જુદી જુદી જાતની દવાઓ, ઈન્જેકશન તથા બોટલો મળી આવી હતી.