ભોજપુરી અભિનેત્રી સહર અફશાએ ઈસ્લામ માટે છોડી ઈન્ડસ્ટ્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Afsa.webp)
મુંબઈ, ભોજપુરી એક્ટ્રેસ સહર અફશાએ ઈસ્લામ માટે મનોરંજન ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની જાણકારી શેર કરી છે.
એક્ટ્રેસ સહર અફશાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, હું તમને બધાને જણાવવા માગું છું કે મેં ઈન્ડસ્ટ્રી છોડવાનો ર્નિણય લીધો છે અને હવે હું આ સાથે જાેડાયેલી નથી. હું મારું બાકીનું જીવન ઈસ્લામ સંબંધિત શિક્ષણ અને અલ્લાહના નિયમો અનુસાર પસાર કરીશ. મેં ભૂતકાળમાં જે રીતે જીવન પસાર કર્યું છે તે માટે અલ્લાહ પાસે માફી માગું છું. મોટી સફળતા અને ધન પ્રાપ્ત કર્યા પછી પણ હું ખુશ નહોતી.
કારણકે મેં બાળપણમાં પણ આ પ્રકારે જીવનનું સપનું જાેયું નહોતું. તેણે વધુમાં જણાવ્યું કે, આ બધું સંયોગથી થયું કે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ અને આગળ વધતી રહી. પણ, હવે મેં આ બધું ખતમ કરવાનો ર્નિણય લીધો છે.
હું મારું બાકીનું જીવન અલ્લાહના આદેશ મુજબ પસાર કરવાનો ઈરાદો રાખું છું. હું વિનંતી કરું છું કે અલ્લાહ મને એક પ્રમાણિક જીવન આપે. હું આશા રાખું છું કે હું આ દુનિયાના તે જીવનને નહીં જાણું જે મેં અત્યાર સુધી જીવ્યું છે. પણ, તે જીવન જે હું આગળ જીવીશ.
સના ખાને સુરતના મૌલવી મુફ્તી અનસ સઈદ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે તેણે એવું કહ્યું હતું કે, ‘તે સમયે મારા માટે સફળતા કંઈક અલગ હતી. સફળતા એ હતી જે હું જાેતી હતી. મારું કામ કરવું, પૈસા, સંપત્તિ, એક અલગ પ્રકારની ફેન ફોલોઈંગ હોવી,
અલગ-અલગ ભૂમિકાઓ નિભાવવી. છેલ્લા સાત વર્ષથી મેં કુરાન વાંચવાનું શરુ કર્યું. તે સમયે મને અંદરથી લાગતું હતું કે, શું આમાં સાચી છું કે નહીં અને ત્યારે મેં બેસીને વિચાર્યું કે સાચી સફળતા શું છે? જેમ-જેમ હું વાંચતી ગઈ તેમ મને સમજાયું કે, સફળ વ્યક્તિ તે છે જે અલ્લાહની નજરમાં સફળ છે, દુનિયાની નજરમાં નહીં અથવા આપણે જે સમજીએ એ સફળતા છે. સફળતા એ છે કે જેને અલ્લાહ સમજે છે કે સફળ છે.
દુનિયાને અલ્લાહે લોકો માટે બનાવી છે. અને લોકોને અલ્લાહે પોતાની ઈબાદત માટે બનાવ્યા છે. દુનિયાની દરેક વસ્તુની કિંમત આપણે નક્કી કરીએ છીએ અને જ્યારે તેનો વૈકલ્પિક મળે ત્યારે આપણા માટે તેની કિંમત શૂન્ય થઈ જાય છે. અલ્લાહે શું નથી બનાવ્યું? આપણને કેટલું બધું આપ્યું છે. કુરાન વાંચીને મેં પોતાની જાતને કહ્યું કે, સના તું પોતાને પોપ્યુલર સમજે છે. જ્યાં-જ્યાં જાય છે લોકો તસવીરો લે છે.
તું પડદા પર કામ કરે છે. લોકો તને ઓળખે છે. શું સાચેમાં હું આટલી પોપ્યુલર છું? શું સાચેમાં મારી કોઈ કિંમત છે? યુવાન હોઈએ એટલે કિંમત હોય. ઉંમર વધે તેમ તે ઘટતી જાય. હું જે ફીલ્ડમાં હતી ત્યાં કહેવાતું કે, અરે આની ઉંમર થઈ ગઈ અને હવે આ કામ કરી નહીં શકે’. એક સારા વ્યક્તિ બનીએ. લોકોના કામમાં આવીએ.SS1MS