Western Times News

Gujarati News

બોપલની HDFC બેંકમાં 19 જેટલી 500ના દરની નકલી નોટો જમા કરાવવાનું કૌભાંડ પકડાયું

પ્રતિકાત્મક

એટીએમ કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો-આ નોટની પ્રિન્ટિંગ કોલેટીને જોતા ફરી એક વખત નકલી નોટોના ષડયંત્ર કારોબાર ચાલતો હોવાનું પોલીસ અનુમાન છે.

(એજન્સી)અમદાવાદ, બેંકના એટીએમ કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય ર્જીંય્ એ મશીનનાં નકલી નોટો જમાં કરાવનાર યુવકની ધરપકડ કરી છે. નકલી નોટોના રેકેટમાં પકડાયેલ આરોપી હાઇ પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલથી નકલી નોટોના નેટવર્ક સાથે જોડાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે અલ્પીત ગજ્જરની નકલી નોટોના કેસમાં ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે.

૧૨ ડિસેમ્બરના સવારે આરોપી આલ્પિતે બોપલની એચડીએફસી બેંકમાં ૧૯ જેટલી ૫૦૦ના દરની નકલી નોટો બોપલ બ્રાન્ચનાં કેશ ડિપોઝિટ મશીનમાં જમાં કરાવી હતી. જેની જાણ બેંક અધિકારીને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવીનાં આધારે તપાસ કરતા ખાતાધારક અલ્પિત ગજ્જરનું નામ સામે આવ્યું હતું. જે બાદ પોલીસે સાંણદ ખાતે આવેલ અલ્પિતનાં નિવાસસ્થાને તપાસ કરતા તે મળી આવ્યો ન હતો

અને તેના ભાગીદાર સાથે થાઇલેન્ડ ફરવા ગયો હતો. આરોપી ફરીને પરત આવતા પોલીસે તેની ધરપકડ કરી નકલી નોટોના રેકેટનો ભેદ ઉકેલ્યો. અલ્પિત સાથે ગેરેજનાં ભાગીદાર જનક પારેખની પણ પૂછપરછ શરૂ કરાઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે અલ્પિત ગજ્જર અને જનક પારેખ બોપલમાં નેશનલ સ્પેર એન્ડ સર્વિસ નામનું ગેરેજ ચલાવતા હતા. અને ગેરેજનો વકરો સરખા ભાગે વેચી લેતા હતા. આ બન્ને ભાગીદારો ૧૨ ડિસેમ્બરનાં થાઇલેન્ડનો પ્લાન કર્યો હતો . આ જ દિવસે અલ્પિત સવારે નકલી નોટ કેશ ડિપોઝિટ મશીનમાં જમાં કરીને થાઇલેન્ડ ફરવા જતો રહ્યો હતો. થાઇલેન્ડ ૬ થી ૭ વખત ફરવા માટે આરોપી અલ્પિત મિત્રો સાથે ફરવા ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પરંતુ તેના ઘરની પરિસ્થિતિ જોતા થાઇલેન્ડ ટ્રીપ પાછલ નકલી નોટનાં કનેક્શનની પણ શંકા પોલીસે વ્યક્ત કરી છે. કારણ કે ઘરે બેસવા માટે સોફા કે ટીવી નથી પરંતુ ફ્લાઇટમાં થાઇલેન્ડ જઈને મોજશોખ કરવા પાછળ પૈસા ક્યાંથી આવતા હશે તેને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપીએ પોતાના એકાઉન્ટમાં અસલી નોટો ૫૦૦ના દરની ૯૫ હજાર જમા કરાવ્યા હતા.

જે બાદ નકલી નોટો તેને જમા કરાવી હતી. પરંતુ સીસીટીવી અને મશીનનાં આધારે શંકાસ્પદ ગતિવિધિઓને લઈને નકલી નોટો જમાં કરાવનારની ધરપકડ કરી છે. નકલી નોટોના નેટવર્કમાં પહેલી વખત કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાનો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ બજાર કે બેંકોમાં નકલી નોટો ઘુસાડીને અર્થતંત્રને તોડવાના પ્રયાસ થતા હતા. પરંતુ આ નોટની પ્રિન્ટિંગ કોલેટીને જોતા ફરી એક વખત નકલી નોટોના ષડયંત્ર કારોબાર ચાલતો હોવાનું પોલીસ અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.