Western Times News

Gujarati News

ભુજ અને બાંદ્રા ટર્મિનસની (મુંબઈ) વચ્ચે બે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

• ટ્રેન નંબર 09472/09471 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 અને 29 ડિસેમ્બર, 2024 (રવિવાર)ના રોજ ભુજથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતેટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 23 અને 30 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ  બાંદ્રા ટર્મિનસથી 12.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે ભુજ પહોંચશે.

માર્ગ માં બંને દિશાઓ માં આ ટ્રેન ગાંધીધામસામાખ્યાલીહળવદઅમદાવાદવડોદરાઉધનાવાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી I-ટાયરએસી 2-ટાયરએસી 3-ટાયરસ્લીપર અને સામાન્ય વર્ગના કોચ હશે.

• ટ્રેન નંબર 09474/09473 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 25મી ડિસેમ્બર, 2024 (બુધવાર)ના રોજ  ભુજથી 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતેટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 26મી ડિસેમ્બર, 2024 (ગુરુવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.55 કલાકે ઉપડશે અને તેજ દિવસે 23.30 કલાકે ભુજ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન આદિપુરસામાખ્યાલીહળવદઅમદાવાદવડોદરાઉધનાવાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયરએસી 3-ટાયરસ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09472/09471 અને 09474/09473 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી પીઆરએસ કાઉન્ટરો  અને આઈઆરસીટીસી  વેબસાઇટ પર શરુ થશે.યાત્રી  ટ્રેનો ના પરિચાલન સમયસ્ટોપેજ  અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.