Western Times News

Gujarati News

ભૂજ: વેફરના પેકેટમાંથી કાનખજૂરો મળી આવતા ચકચાર

ભૂજ, ગુજરાતની ખાણીપીણી તેની ઓળખ છે, પરંતું હવે લાગે છે ગુજરાતમાં બહારની ખાણીપીણી પર ભરોસો કરવા જેવો નથી. કારણ કે, ગુજરાતમાં ૫ રૂપિયાના ફૂડ પેકેટમાં પણ બીમારીઓ સાથે આવી શકે છે. ખાણી-પીણીની વસ્તુઓમાં બેદરકારીના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને તંત્ર પણ ઉંઘતું હોય તેવું લાગી રહ્યું છે.

ક્યારેક આઈસક્રિમમાં તો ક્યારેક ફૂડ પેકેટ્‌સમાં જીવાત મળી રહી છે. હમણાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સમ્રાટના ૫ રૂપિયાના પેકેટમાંથી વંદા નીકળ્યા હતા. માર્કેટમાંથી લેવાયેલા સમ્રાટના બિકાનેરી પેકેટમાંથી ઢગલાબંધ વંદા મળી આવ્યા હતા. પેકેટ ખોલતા જ એટલા બધા વંદા નીકળ્યા હતા, કે સેવનું પ્રમાણ ઓછું હતું અને નકરા વંદા ને વંદા જ હતા.

ત્યારે હવે ભૂજ શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જાણીતી કંપની ગોપાલ નમકીન વેફરના પેકેટમાંથી મરેલો કાનખજૂરો મળી આવતા ભુજ શહેરના બાળકોમાં ભય ફેલાયો હતો અને આરોગ્યતંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

હકીકતમાં ભૂજ શહેર મોટા પીર પાસે રહેતા એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરમાંથી ગોપાલ ક્રિસ્ટોસ નામની વેફર ખરીદી હતી. જોકે વેફરનું પેકેટ તોડ્‌યા બાદ બાળકી વેફર ખાઈ રહી હતી, જોકે અચાનક અંદરથી મરેલો કાનખજૂરો નીકળ્યો હતો. જે બાદ ગ્રાહકે દુકાનદારનું ધ્યાન દોર્યું હતું.જોકે દુકાનદારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાણ કરવાનું કહેતા ગ્રાહકે ગોપાલ નમકીન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું.અને લોકોને ગોપાલ નમકીનનો પ્રોડક્ટ ન લેવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.