Western Times News

Gujarati News

ભુજના મુન્દ્રા રોડ પર મિની લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માતઃ 5 મોત

રાજ્યમાં અકસ્માતના વિવિધ બનાવમાં આઠ વ્યક્તિના મોત

અમદાવાદ, ગુજરાતમાં શુક્રવારે માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં આઠેક વ્યક્તિઓના મોત થયાં હતા. કચ્છના મુંદ્રા નજીક સર્જાયેલા અકસ્માતમાં પાંચથી વધારે વ્યક્તિના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે ગાંધીનગર પાસે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે લગભગ ૩૦ જેટલી વ્યક્તિઓ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ હતી. કચ્છમાં બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. Bhuj Mundra road mini bus trailer accident

સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ૫ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૪ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, બપોરના સમયે અકસ્માત થયો હતો. એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું.

જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ૨૪ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જ્યારે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ અકસ્માતમાં આશિફ ફરીકમામદ માજોઠી (ઉં.વ. ૨૨, રહે. ભુજ), સાલે સચુ રાયશી (ઉં.વ. ૨૪, રહે. ભીંરડીયારા), કુલસુમબહેન મામદહુશેન સમા (ઉં.વ. ૫૦, રહે. મુંદ્રા) અને શાહ આલમ ગુલામ મહંમદ (ઉં.વ.૩૬, રહે. ઉત્તરપ્રદેશ)નું મૃત્યુ થયું હતું. જ્યારે તનવી સચીન જૈન (ઉં.વ. ૧, રહે. સમાઘોઘા), ફરદીન સદ્દામ કુરેશી (ઉં.વ. ૯, રહે. ટીંબા, મુંદ્રા), મોહમદ ફરહાન (ઉં.વ. ૧૦, રહે. ટીંબા, મુંદ્રા), લતાબહેન (ઉં.વ. ૨૨, રહે. સમાઘોઘા), આશિયાના મહેબુબ ભટ્ટી (ઉં.વ. ૨૪, રહે. લાખાસર),

દિયાબહેન સચીન જૈન (ઉં.વ. ૩૦. રહે. સમાઘોઘા), હાસમ હિંગોરા (ઉં.વ. ૩૫, રહે. ભારપર),લીલાબહેન ખીમજી મહેશ્વરી (ઉં.વ. ૩૫), રઝાક અધાભા ઘોઘા (ઉં.વ. ૩૫, રહે. લોરીયા, ભુજ), હેતલબહેન રમેશભાઈ (ઉં.વ. ૩૮, રહે. ભુજ), સલમા ફકીરમામદ સુમરા (ઉં.વ. ૪૫, રહે. મુંદ્રા), મોહમદ હોસ મોહમદ ભટ્ટી (ઉં.વ. ૫૦, રહે. લાખાસર), નજમા ઓસમાણ ભટ્ટી (ઉં.વ. ૫૦, રહે. લાખાસર), હોશ મામદ તારમામદ ભટ્ટી (ઉં.વ. ૫૦, રહે. લાખાસર),

લક્ષ્મીબહેન શામજી મહેશ્વરી (ઉં.વ.૫૨, રહે. કેરા, ભુજ), મોહમદ ઈસ્માઈલ (ઉં.વ. ૫૫), મામદહુશેન સમા (ઉં.વ. ૫૫, રહે. મુંદ્રા), જનસસિંહ બંસીદાન રાજપૂત (ઉં.વ. ૫૬, રહે. મુંદ્રા), ગીતાબહેન, રમેશભાઈ મહેતા (ઉં.વ. ૫૯, રહે. ભુજ), નુરહસન (ઉં.વ. ૬૦), નાજીયા હાશન (રહે. આબુરોડ રાજસ્થાન) અને ભાનુબહેન સહિત ૨૪ વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર બસ અને બુલેટ વચ્ચે અકસ્માત થયો છે. પૂરઝડપે આવતું બુલેટ બસ સાથે અથડાયું હતું. બુલેટ પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ગંભીર હાલતમાં બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

અન્ય એક બનાવમાં ગાંધીનગરના પથિકાશ્રમ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારને ટક્કર મારીને ટ્રેકટરચાલક ફરાર થયો હતો. અકસ્માતને કારણે કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી.

તેમજ ગાંધીનગરના સરગાસણ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ લોકોના મૃત્યુ અને ૨ લોકોને ઈજા થયા હતાં. ૨ કાર અને ૨ પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સેક્ટર-૭ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે

દરમિયાન રાજકોટના દૂધીવદર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જામકંડોરણામાં દાખલ કરાયા છે. અકસ્માત થતા બંને કાર ખેતરમાં ઉતરી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના સુરતના ઓલપાડ વિસ્તારમાં પણ અકસ્માત સર્જાયો હતો. બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માતના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. બે યુવકને ગંભીર ઈજા પહોંચી છે. સુરત નેશનલ હાઈવે નં.૪૮ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. માંગરોળના વાલેશા ગામ નજીક દુર્ઘટના બની હતી. ૨ બસ અને ડમ્પર વચ્ચે ટક્કર વાગી હતી. અકસ્માતમાં બસમાં સવાર ૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.