ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશન વધારાનું સ્ટોપેજ અપાયું

પ્રતિકાત્મક
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારા નું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 26 માર્ચ 2025 થી ભુજથી 06.50 કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકે અને આદિપુર સ્ટેશન પર 07.29/07.31 કલાકનો રહેશે તથા 13.15 કલાકે રાજકોટ પહોંચશે.
2. ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકે અને અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે તથા 20.55 કલાકે ભુજ પહોંચશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.