ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ગીત પર કૃતિની રજૂઆત કરવામાં આવી
ધોળકા તાલુકા સેવા સદન ખાતે ધોળકા 2 ઘટકનો ભૂલકા મેળો યોજાયો
વિવિધ થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટીરીયલ(TLM)નું પ્રદર્શન રાખવામાં આવ્યું
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ દ્વારા આયોજિત ધોળકા 2 ઘટકનો ભૂલકા મેળો યોજાયો હતો.
આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટીરીયલ(TLM) બનાવવામાં આવ્યું હતું અને સાથે તેનું પ્રદર્શન પણ યોજાયું હતું. બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર કૃતિ રજૂ કરવામાં આવી હતી તેમજ કાર્યકર બહેનો દ્વારા બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી તેમને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.
આ ભૂલકા મેળામાં ધોળકા નગરપાલિકા પ્રાંતશ્રી, મુખ્ય સેવિકા બહેનો, એનએનએમ, બીસીઓ ભરતભાઈ, કો-ઓર્ડીનેટર શ્રી મહેશભાઈ, પીએસઈ સુશ્રી હિરલબહેન મકવાણા, આંગણવાડી કાર્યકર બહેનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.