ભૂમિ પેડનેકરે ‘દલદલ’માં પોતાના પાત્રને સૌથી વધારે પડકારજનક ગણાવ્યું
મુંબઈ, ભૂમિ પેડનેકરે તેની સિરીઝ ‘દલદલ’નું શૂટ પૂરું કરી નાંખ્યું છે. તેણે પોતાની આ સફર પૂરી કરતાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આ રોલને તેની કૅરિઅરનો સૌથી પડકારજનક રોલ ગણાવ્યો હતો. તેણે આ પોસ્ટમાં લખ્યું,“મારા સૌથી વધુ પડકારજનક પાત્રનું કામ પૂરું થયું.” તેણે એમ પણ લખ્યું હતું કે તેને આ ફિલ્મમાં બહુ પ્રતિભાશાળી કલાકારો અને ફિલ્મ મેકર્સ સાથે કામ કરવાની તક મળી.
ભૂમિ પેડનેકરે ફિલ્મના શૂટ દરમિયાન તેમની સામે આવેલાં પડકારો અંગે પણ વાત કરી હતી, ખાસ તો મુંબઈમાં પડેલાં ભારે વરસાદ અને તેના કારણે શૂટિંગમાં આવેલાં પડકારો અંગે પણ વાત કરી હતી.
આ પરિસ્થિતિઓમાં ભૂમિએ ફિલ્મના ક્‰ની કોઈ પણ સ્થિતિમાં કામ કરવાની હિંમત, તૈયારી, ફિલ્મનું લેખન દરેકના વખાણ કર્યા હતા.“ગમે તેટલાં પાણી ભરાયાં હોય પણ આપણો જુસ્સો ક્યારેય ઠંડો પડ્યો નથી.” માર્ચમાં ફિલ્મના શૂટ વખતની તસવીરોની ઝલક પણ તેણે શેર કરી હતી.
ભૂમિએ તેની કૅપ્શનમાં લખ્યું, “તે એક તરફ તેના ભૂતકાળના અપરાધભાવમાંથી બહાર આવી શકતી નથી, બીજી બાજુ તેને વર્તમાનમાં રાક્ષસો સાથે કામ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે નવનિયુક્ત ડીસીપી રીટા ફરેરાને હત્યાઓની તપાસ શરૂ કરવાની છે જેથી તે ઠંડા કલેજે હત્યા કરતા સિરીયલ કિલરનો સામનો કરવાના માર્ગ પર આગળ વધે છે.”
ભૂમિની આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે. આ પહેલાં ભૂમિએ તાજેતરમાં ‘ભક્ષક’, ‘ધ લૅડી કિલર’, ‘ભીડ’ , ‘ગોવિંદા નામ મેરા’, ‘બધાઈ હો’ અને ‘રક્ષાબંધન’ જેવી ફિલ્મો કરી ચૂકી છે.SS1MS