ભૂમિ પેડનેકરે રકુલ પ્રીત-જેકીના લગ્નમાં મોટી ભૂમિકા ભજવી
મુંબઈ, રકુલપ્રીતે તાજેતરમાં એક ઇન્ટર્વ્યુમાં પોતાના લગ્ન અને ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાની સાથેના તેના સંબંધો વિશે કેટલાંક રસપ્રદ ખુલાસા કર્યા હતા.
રકુલપ્રીતે આ વર્ષની શરૂઆતમાં જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે. ત્યારે આ અંગે પહેલી વખત તેણે ખુલીને વાત કરી હતી. રકુલે કહ્યું કે, “અમે એકબીજાનું મેલ અને ફિમેલ વર્ઝન હોય તેવા છીએ.” રકુલપ્રીતે તેના ગોવામાં યોજાયેલા લગ્ન, સરપ્રાઇઝ પ્રપોઝલ અને તેમના લગ્નમાં ભૂમિ પેડનેકરની ભૂમિકા વિશે વાત કરી.
રકુલ અને જેકીએ લગ્નનો નિર્ણય લીધો તેના ઘણા સમય પહેલાંથી તે બંને એકબીજાને ડેટ કરતાં હતાં. બંનેના પૅરેન્ટ્સ પણ લગ્ન માટે રાજી હતાં પરંતુ જેકીએ હજુ સુધી રકુલપ્રીતને કાયદેસર રીતે પ્રપોઝ કર્યું નહોતું. લગ્નના ત્રણ મહિના પહેલાં રકુલે જેકીને આગ્રહ કરીને પ્રપોઝલ પ્લાન કરવા કહેવું પડ્યું હતું.
રકુલે જણાવ્યું, “અમારી પ્રપોઝલ સ્ટોરી વિશે હજુ કોઈને ખ્યાલ નથી. મેં એને મને પ્રપોઝ કરવા માટે ફોર્સ કરેલો. મેં કહ્યું, જ્યાં સુધી તું પ્રપોઝ નહીં કરે ત્યાં સુધી હું લગ્ન મંડપ સુધી આવીશ જ નહીં. કારણ કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી, પૅરેન્ટ્સ એકબીજાને મળી ચૂક્યાં હતાં અને લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તો પછી પ્રપોઝલ કેમ નહીં? મારી પાસે કોઈ લવ સ્ટોરી તો હોવી જોઈએ ને.
ભલે લગ્ન થતાં હોય પણ આખી જિંદગી યાદ રહે તેવી કોઈ સ્ટોરી તો જોઈએને.” “મેં એને સતત કહ્યાં કર્યું કે, કે તારે મને પ્રપોઝ કરવાનું બાકી છે. હું ન જાણું તું કઈ રીતે કરીશ પણ બસ તારી પાસે હવે બ-ત્રણ મહિના જ છે, હવે તું જાણે.” રકુલે આગળ જણાવ્યું કે, “અંતે તેણે મને સરપ્રાઇઝ આપી. મને જરા પણ ખબર ન પડી.
પરંતુ તેમાં ભૂમિ(પેડનેકર)નો રોલ મહત્વનો છે. તેણે જેકીને મદદ કરી અને હું કશું જ જાણી પણ ન શકી. કારણ કે, મારા કોઈ પણ બીજા મિત્રો કંઈ પણ પ્લાન કરે તો મને ખબર પડી ગઈ હોત. ભૂમિ જેકીની બેસ્ટ ફ્રેન્ટ છે અને હવે તે રકુલની પણ દોસ્ત છે.”SS1MS