ભૂમિ પેડનેકરે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
મુંબઈ, વર્લ્ડ ઇકમનોમિક ફોરમ ૨૦૨૪ના યંગ ગ્લોબલ લીડર ભૂમિ પેડનેકરની તરીકે પસંદગી થઈ હતી. હવે તેણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં ૨૦૨૫ની વાર્ષિક મીટિંગ યોજાઈ હતી. આ વર્ષે તેમાં ક્લાઇમેટ એક્શન અને જેન્ડર ઇક્વાલિટી પર ચર્ચા થઈ હતી.
તેની સમગ્ર કારકિર્દીમાં ભૂમિ આ મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરતી રહી છે.વિશ્વકક્ષાએ વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ પર કામ કરીને પડકારોનો સામનો કરતા પરિવર્તન લાવવા પ્રયત્નો કરતા વિશ્વના પ્રતિનિધિઓ આ ફોરમમાં હાજર રહ્યા હતા. તેમાં ભૂમિ પેડનેકરે પણ ભાગ લીધો હતો અને ક્લાઇમેટ એક્શન તેમજ જેન્ડર ઇક્વાલિટી જેવા બે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભૂમિ પેડનેકર વાસ્તવિક જીવનમાં તેમજ પોતાની ફિલ્મો દ્વારા પણ પરિવર્તન લાવવા તેમજ સમાજમાં સંદેશ પહોંચાડવા પ્રયત્ન કરતી રહી છે.
ભૂમિ પેડનેકર સાથે આ ફોરમમાં ફોર્બ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મોઈરા ફોર્બ્સ, એપેરલ ગ્‰પનાં સ્થાપક અને ચેરપર્સન સિમા વેદ, યુનિવર્સિટી ઓફ ચેમ્પલ્ટનના સીઈઓ જેની જ્હોન્સન, એચએસબીસીના સીએફઓ પેમ કૌર સહિતના વિશ્વ કક્ષાએ જાણીતા લોકો હાજર હતાં.
અસરકારક પરિવર્તન લાવવા માટે કાર્યરત કલ્ચરલ આઇકોન ભૂમિએ પણ આ ફોરમમાં પોતાનો મત વ્યક્ત કર્યાે હતો.૨૦૨૪માં જ્યારે ભૂમિને યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ કરવામાં આવી ત્યારે પોતના નિવેદનમાં ભૂમિએ કહેલું,“વર્લ્ડ ઇકોનોમિક ફોરમની યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદગી પામીને હું ખુબ ગૌરવાન્વિત અને નમ્ર અનુભવું છું.
મારા કામ દ્વારા મેં લોકોમાં ચર્ચા શરૂ કરવાના પ્રયત્ન કર્યા છે, લોકોને નવા પગલાં લેવા પ્રેર્યા છે અને તેના દ્વારા ક્લાઇમેટ ચેન્જ અને ટકાઈ પરિવર્તન માટે નક્કર પગલાં લેવાની કોશિશ કરી છે. હું એક એક્ટર અને ઉદ્યોગ સાહસિક તરીકે મારી ઓળખમાં વૈવિધ્ય લાવવા વધુ પ્રયત્નો કરવા પ્રતિબદ્ધ છું.
આ હકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં હું વિવિધ દેશોમાં પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરવા તૈયાર છું.” ભૂમિ પેડનેકરે દાવોસ ખાતે ફિલ્મોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા અને ફિલ્મોને ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ રજ કરવા જણાવ્યું હતું. ભૂમિએ પોતાની ફિલ્મ ટોઈલેટઃ એક પ્રેમ કથાનું ઉદાહરણ આપ્યું હતું. ભૂમિએ કહ્યું હતું કે, આ ફિલ્મ ભારતને ધ્યાને રખાઈને બની હતી, પરંતુ ટેકનોલોજીની મદદથી આ પ્રકારની ફિલ્મોને અલગ-અલગ દેશના ઓડિયન્સ માટે પ્રસ્તુત બનાવી શકાય છે.SS1MS