ભૂમિએ ‘મેરે હસબન્ડ કી બિવી’ને મળેલા પ્રતિસાદ વિશે વાત કરી

મુંબઈ, તાજેતરમાં ભૂમિ પેડનેકરની અર્જૂન કપૂર અને રકુલપ્રીત સિંઘ સાથેની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બિવી’ રીલીઝ થઈ છે. આમ તો આ એક મસાલા ફિલ્મ હતી પરંતુ બોક્સ ઓફિસ પર ખાસ કોઈણ કમાલ કરી શકી નથી. આ અંગે એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ વાત કરી છે.
ફિલ્મને મળેલા પ્રતિસાદ વિશે ભૂમિએ કહ્યું,”અમારાથી ફિલ્મ માટે જેટલું બની શકે એટલું અમે કર્યું અને જે પણ લોકો ફિલ્મ જોવા જાય છે એમને ફિલ્મ ગમે છે. જ્યાં સુધી લોકો ફિલ્મની કોઈ બાબત સાથે પોતાને જોડી શકે એટલું મારા માટે પૂરતું છે.
અમે એક એવી જ ફિલ્મ બનાવવ માગતાં હતાં, જે લોકો પોપકોર્ન ખાતાં ખાતાં જુએ અને મજા કરે. જો અમે એટલું કરવામાં પણ સફળ થઈએ તો અમારા માટે એ પૂરતું છે.”ઘણા એવાં લોકો પણ છે જેઓ આ ફિલ્મ વિશે સારો પ્રતિસાદ આપી રહ્યાં છે.
આ અંગે ભૂમિએ કહ્યું,”મને આશા છે કે જલ્દી વર્ડ ઓફ માઉથનો સમય આવે. જો એવું ન થયું તો અમારા માટે દુઃખની બાબત હશે. મને આશા છે કે અમારી ફિલ્મને તેનો લાભ મળશે.”આ પહેલાં પણ ભૂમિ એકથી વધારે હિરોઈન હોય એવી ફિલ્મમાં કામ કરી ચૂકૂ છે, જેમકે ‘બાલા’, ‘સાંડ કી આંખ’, ‘ગોવિંદા મેરા નામ’ આ અંગે ભૂમિએ કહ્યું,”મને એ બાબતે કોઈ અસુરક્ષા લાગતી નથી.
મને તો ઊલટું એવું લાગે છે કે ઘણી વખત પુરુષ કલાકારો કરતાં મહિલા કલાકારોના લાંબા રોલ જ ફિલ્મને હિટ કરાવી જાય છે. મહિલા કલાકારો વિના પુરુષ કલાકારોનું કામ ચાલે છે? કારણ કે આખરે તો એ બધાં પાત્રો છે.”
આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે ભૂમિએ કહ્યું,”બીજી કોઈ મજબૂત અભિનેત્રી હોય એવી ફિલ્મમાં કામ કરવાની મને ખરેખર બહુ મજા આવે છે. કારણ કે છોકરીઓ તરીકે અમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
અમે એકબીજાને અમારા અનુભવો કહીએ છીએ, એકબીજાનો ઉત્સાહ પણ વધારીએ છીએ. મને સાંડ કી આંખમાં તાપસી સાથે કામ કરવામાં બહુ જ મજા આવી હતી. આવી ફિલ્મમાં મને ચાર સીન મળશે તો પણ હું મારું બેસ્ટ આપવાની કોશિશ કરીશ.”SS1MS