ભૂપેન્દ્રભાઈ પટેલે શીલજ પ્રાથમિક શાળામાં સહપરિવાર મતદાન કર્યું
ગુજરાતની બીજા તબક્કાની ૧૮૨માંથી ૯૩ બેઠકો માટે ૫ ડિસેમ્બરે એટલે કે આજે મતદાન સવારથી જ થઈ ગયું છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સત્તા પર છે.
સોમવારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બુથ નં.૯૫, શીલજ પ્રાથમિક શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. જાે કે આ વખતે ભાજપને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીથી પણ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને ૯૨ બેઠકો જીતવી જરૂરી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે.
દરેક વિધાનસભામાં ૭ સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં ૧૧ જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, બીજા તબક્કાનું મતદાન સવારે ૮ વાગ્યાથી શરૂ થશે અને સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રતિબંધ હોવાથી કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. માહિતી અનુસાર કુલ ૫૫૯૯ મતદાન મથકોમાંથી ૨૮૦૦ મથકો પર સીસીટીવી થી મોનિટરિંગ થશે.
મતદાન માટે કુલ ૯૧૫૪ સીયુ મશીન, ૯૧૫૪ બીયુ મશીન અને ૯૪૨૫ વીવીપેટ મશીન વહેંચવામાં આવ્યા છે. જાે કોઈ મશીન બગડે તો તેને રિપ્લેશ કરવા આ વખતે ૬૩ ટકા લેખે બીયુ અને સીયુ મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે ૬૮ ટકા લેખે વીવીપેટ મશીન રિઝર્વ રખાયા છે. ૨૧ વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં ૪૧૩ બુથ છે.
PM @narendramodi cast his vote for the second & final phase of #GujaratAssemblyElections2022.#GujaratAssemblyPolls #GujaratElections pic.twitter.com/CpCNn7X7I5
— SansadTV (@sansad_tv) December 5, 2022
પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરી દેશના જાગૃત નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરી.
કોણે ક્યાં ક્યાંથી મતદાન કર્યુ
સવારે 8:00 કલાકે:-
1- શ્રી અમિતભાઈ પી શાહ, શિવ વિદ્યાલય બેરેજ રોડ વાસણા
2- શ્રી કૌશિક જૈન, મોઢવાળાની પોળ, હલીમની ખડકી પાસે શાહપુર
3- શ્રી કંચનબેન રાદડિયા, સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ સરદાર ચોક
4- શ્રી દિનેશભાઈ કુશવાહ, મ્યુનિસિપલ હિન્દી શાળા નંબર- 3-4 કસ્તુરબા નગર સોસાયટી સામે સરસપુર
5- શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ, સી આર રાવલ સ્કૂલ બલોજ નગર રાણીપ ચાર રસ્તા
6- શ્રી ભૂષણભાઈ ભટ્ટ, આખા શેઠ કુવાની પોળ રાયપુર ચકલા
7- શ્રી નરેશભાઈ વ્યાસ, વૈકુંઠધામ મંદિર પાસે ની આંગણવાડી દાણીલીમડા
8- શ્રી ડોક્ટર પાયલ કુકરાણી,એમડી સ્કૂલ બંગલા એરીયા સૈજપુર
સવારે 8:30 કલાકે:- 9- શ્રી જીતુભાઈ પટેલ (ભગત) મિરંબિકાં સ્કૂલ નારણપુરા
10- શ્રી ડો હસમુખ પટેલ – સરસ્વતી વિદ્યામંદિર ઇન્દ્રપુરી
સવારે 9:00 કલાકે:- 11- શ્રી બાબુ સિંહ જાધવ, આરટી અગ્રવાલ સ્કૂલ જૈન દેરાસર પાસે આદિનાથ નગર વિભાગ 2
સવારે 9:30 કલાકે:- 12-શ્રી અમિતભાઈ ઠાકર, ગુજરાત બીજ નિગમની ઓફિસ હિમાલી ટાવર પાસે વેજલપુર
સવારે 11:00 વાગે:-
13- શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ટ્યુટોરિયલ સ્કૂલ દરીયાપુર
14- શ્રી અમુલભાઇ ભટ્ટ, જય હિન્દ સ્કૂલ મણીનગર