ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
અમદાવાદ, સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાયેલ બીઝેડ પોન્ઝી સ્કીમ મામલામાં મોટો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં લાખો લોકોના રૂપિયાનું પાણી થઈ ગયું છે.
આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ધરપકડ થતી અટકાવવા માટે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
આ અરજી પર આગામી ૬ ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.બીઝેડ કૌભાંડમાં ૬૦૦૦ કરોડ રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ૫ થી ૨૫ ટકા વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડી છે.આ કૌભાંડમાં લાખો લોકો છેતરાયા છે.
લોકોએ પોતાની જીવનભરની બચત ગુમાવી દીધી છે. આ કૌભાંડથી ગુજરાતના અનેક પરિવારો તૂટી ગયા છે. લોકો હવે ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે.SS1MS