Western Times News

Gujarati News

ઝઘડિયાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાળુ બેસી જતા ભુવો પડ્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા પંથકમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન જો કોઈ હોય તો તે રસ્તાઓનો છે,ચાહે ધોરીમાર્ગ હોય,સ્ટેટ હાઈવે હોય,જીલ્લા પંચાયત હસ્તકનો રોડ હોય કે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનાનો રોડ હોય ભરૂચ જીલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ બનતી વખતની બેદરકારી અને આ તમામ માર્ગોની સમયસર મરામત કરવામાં નહીં આવતી હોવાના કારણે ઝઘડિયા તાલુકાની જનતાએ હમેશા ખરાબ રસ્તાની અને વારંવાર ટ્રાફિકજામની સમસ્યાનો દસકાઓથી સામનો કરતા આવ્યા છે.

હાલમાં ઝઘડીયા તાલુકાના મુલદ ચાર રસ્તાથી નાનાસાજા ફાટક સુધીના રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે.આ નવીનીકરણનું કામ વિધાનસભાના ઈલેક્શન સમયનું મંજૂર થયું છે પરંતુ ઈજારાદારની બેદરકારી અને વહીવટીતંત્રના મેળાપીપણામાં આ રોડનું કામ હજી ભોયતળિયામાં જ માથા મારે છે,આખો ટ્રેક ૩ ફુટથી આઠ ફુટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે,બે ત્રણ માસ પહેલા શરૂ કરવામાં આવેલું કામ કશું થયું નથી તેમ જણાય છે

ફકત માટી જ ઉલેચાઈ છે.જેના કારણે બે ટ્રેક પૈકી એક ટ્રેક પર આખો ટ્રાફિક છેલ્લા કેટલા મહિનાઓથી ડાઈવર્ટ કરવામાં આવ્યો છે,તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક પર જ્યાં બંને તરફનો ટ્રાફિક અવરજવર કરે છે તે ટ્રેક પર એક જૂનું નાળુ બેસી જતા ભુવો પડ્‌યો હતો જેથી એક ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મુકી બંધ કરાયો છે,જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા ઉપસ્થિત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.