જુનાગઢના મેસવાણ ગામે યુવતી પર તાંત્રિક વિધિના નામે ભુવાએ દુષ્કર્મ આચર્યુ
જુનાગઢ, ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી દીધા છે.
જુનાગઢના મેસવાણ ગામે એક યુવતી પર તાંત્રિક વિધિના નામે એક ભુવાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે.
પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ પુરજાેશમાં શરૂ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના ઘટી છે.
અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતુ.
સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો ભુવો જેનુ નામ સાગર છે, તે અને તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ આ પાંચેયો લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે આગળની તપાસ ચલાવી રહી છે. SS3SS