બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાથી બાયડેન ખફા
વાશિગ્ટન, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત અન્ય લઘુમતિઓ ઉપર થઇ રહેલા હુમલાઓ પ્રત્યે અમેરિકી પ્રશાસનનું વલણ કઠોર બનતું જાય છે.
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલાને, મોહમ્મદ યુનુસને કોલ કરી બાંગ્લાદેશમાં બગડતી જતી માનવ અધિકારોની સ્થિતિ અને લોકતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે જ્યારે જો બાયડેન વ્હાઇટ હાઉસમાં હવે થોડા દિવસ જ છે.
તેવે સમયે આ કોલ કરવામાં આવ્યો છે.વાસ્તવમાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતિઓ ઉપર થતા જુલ્મોથી પ્રમુખ જો બાયડેન ઘણા જ નારાજ છે.વ્હાઇટ હાઉસે તેનાં નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે માનવ અધિકારીઓની રક્ષા કરવી તે કોઈ પણ સરકારની સર્વપ્રથમ જવાબદારી છે.
આ સાથે યુનુસ સરકારને ચેતવણી આપી છે કે ધર્મ નીતિ અને કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય તેના દેશમાં લઘુમતીઓ પર થતા જુલ્મો નિવારવા નક્કર પગલાં લેવાં જોઇએ.ફોન ઉપર જેક સુલિવાન સાથે થયેલી વાતચીતમાં યુનુસે તેમને તે અંગે નક્કર પગલાં લેવા ખાતરી પણ આપી હતી.
પરંતુ પ્રશ્ન તે છે કે ખાતરી હકીકતમાં ફેરવાશે કેમ કેમ ?બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી, બાંગ્લાદેસમાં હિન્દુઓ અને અન્ય લઘુમતિઓ ઉપર થઇ રહેલા હુમલાઓની ખબર અંતર રાષ્ટ્રીય મીડીયામાં અગ્રીમ રીતે રજૂ થઇ રહી છે.
આ સાથે બાંગ્લાદેશની સરકારની આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે.અમેરિકાનાં વિદેશ મંત્રાલયે તે પહેલાં પણ બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર થતા જુલ્મોની ઉગ્ર ટીકા કરી છે. તેમાં એ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને તેના વકીલો સાથે કરાયેલા દુર્વ્યવહારે અમેરિકાનું વિશેષ ધ્યાન દોર્યું છે.
આ ઉપરાંત અમેરિકામાં વસતા બાંગ્લાદેશીઓએ તેમના દેસમાં લઘુમતિઓ ઉપર થતા જુલ્મો સામે દેખાવો યોજ્યા હતા. ખુદ યુનુસ સામે પણ દેખાવો થયા. હવે બાંગ્લાદેશ ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું છે.
પ્રશ્ન તે છે કે આ બધા છતાં બાંગ્લાદેશ સુધરશે ? યુનુસે માનવ અધિકારો અને લોકતંત્રનાં રક્ષણ અંગે અમેરિકાને વચન તો આપ્યું છે, છતાં હિન્દુઓ ઉપર અને હિન્દુ ધાર્મિક સ્થળો તેમજ નેતાઓ પર થતા હુમલા અંગે મૌન સેવે છે.
દુનિયાનું ધ્યાન બીજે દોરવા યુનુસે શેખ હસીનાને સોંપવા ભારત સમક્ષ માગણી મુકી છે. તો બીજી તરફ કરોડો રૂપિયાનું વીજળી બિલ ભારતને ચુકવવામાં ડખા કરે છે. આ રીતે યુનુસ શેખ હસીનાને પરત મેળવવા પ્રયત્નો કરે છે પરંતુ તેમાં ફાવશે નહીં.SS1MS