ગાઝામાં બંધકોના મૃતદેહો મળ્યા બાદ બિડેન ગુસ્સે ભરાયા
વાશિગ્ટન, ઇઝરાયલી દળોએ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં એક સુરંગમાંથી છ બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઇઝરાયેલે પુષ્ટિ કરી હતી કે આ તમામ બંધકો હમાસ દ્વારા રાખવામાં આવ્યા હતા અને તેમાં અમેરિકન નાગરિક હર્ષ ગોલ્ડબર્ગ-પોલીનનો સમાવેશ થાય છે.
યુએસ પ્રમુખ જો બિડેને આ ઘટનાને “દુઃખદ” અને “નિંદાપાત્ર” ગણાવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે “હમાસના નેતાઓએ આ ગુનાઓની કિંમત ચૂકવવી પડશે.”બાયડેને વ્હાઇટ હાઉસમાંથી જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ દુષ્ટ હમાસ આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા બંધકોમાંથી એક અમેરિકન નાગરિક હતો.”
તેમણે વધુમાં કહ્યું કે હવે યુદ્ધવિરામનો સમય આવી ગયો છે અને આ માટે તેઓ ૨૪ કલાક કામ કરશે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે ગાઝા સુરંગમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા જ હમાસ દ્વારા બંધકોને મારી નાખવામાં આવ્યા હતા.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ હમાસ સામે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે “જેઓ બંધકોને મારી નાખે છે તેઓ ગાઝા યુદ્ધવિરામ માટે કોઈ સોદો ઇચ્છતા નથી.” તેણે વચન આપ્યું હતું કે તે હમાસના આતંકવાદીઓ સાથે હિસાબ પતાવશે.દરમિયાન, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ એ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
આઈડીએફના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે સૈનિકો આવે તેના થોડા સમય પહેલા બંધકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા. અમેરિકન નાગરિક ગોલ્ડબર્ગ પોલિનનું ૭ ઓક્ટોબરે નોવા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન હમાસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
ગાઝાની સ્થિતિ ખૂબ જ નાજુક છે, જ્યાં એક તરફ યુદ્ધવિરામ માટે પ્રયાસો થઈ રહ્યા છે તો બીજી તરફ પોલિયો અભિયાન જેવી માનવીય મદદ પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બીજી તરફ હજારો ઈઝરાયેલ નાગરીકોની હત્યા અને બંધક બનાવ્યા બાદ ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે.SS1MS