માલદીવને મોટો ફટકો: તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરવામાં આવી
કંપનીના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિશાંત પિટ્ટીએ કહ્યું હતું કે માલદીવ માટે તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરવામાં આવી છે
ભારતની દિગ્ગજ કંપનીએ તમામ ફ્લાઇટ રદ્દ કરી
નવી દિલ્હી, માલદીવ પોતે જ ભારત સાથેના સંબંધો બગાડવાની કોશિશ કરી રહ્યું છે. માલદીવના મંત્રીઓ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ બાદ EaseMyTrip એ મોટો નિર્ણય લીધો છે. કંપનીના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિશાંત પિટ્ટીએ કહ્યું હતું કે માલદીવ માટે તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરવામાં આવી છે.
ભારતના સમર્થનમાં નિશાંત પિટ્ટીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે, ‘આપણા દેશ સાથે એકતા દર્શાવતા EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધી છે.’ આ સાથે EaseMyTrip એ #ChaloLakshadweep અભિયાન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે મોદી પર માલદીવના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે.
અત્યાર સુધી હજારો લોકોએ માલદીવ જવાનો પ્લાન કેન્સલ કર્યો છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે માલદીવના પ્રવાસનને મોટો ફટકો પડી શકે છે. નિશાંત પિટ્ટીએ ઠ પરની તેમની પોસ્ટમાં, આગળ લખ્યું હતું કે, ‘લક્ષદ્વીપના પાણી અને દરિયાકિનારા માલદીવ જેટલા સારા છે.
અમે આ પ્રાચીન સ્થળને પ્રમોટ કરવા માટે EaseMyTrip પર વિશેષ આૅફર્સ લઈને આવીશું, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુલાકાત લીધી હતી!’ ઉલ્લેખનીય છે કે ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર હેશટેગ #BoycottMaldives એ જોર પકડ્યું છે. કારણ કે ભારતીય પ્રવાસીઓએ ટાપુ દેશમાં તેમની રજાઓ ગાળવાનું અને પ્રવાસ રદ્દ કરવાનું શરૂ કર્યું હતું.ss1