પૃથ્વી પર આવશે મોટું સંકટ, અનેક લોકો ગુમાવશે નોકરી: બાબા વેંગાની આગાહી
નવી દિલ્હી, ૨૦૨૪ નવા વર્ષની આજથી શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ૨૦૨૪માં શું થઈ શકે છે તેની પણ ચર્ચા થઈ રહી છે. બલ્ગેરિયન બાબા વાંગાએ વર્ષ ૨૦૨૪ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૪ માં દવાના ક્ષેત્રમાં ઘણી મહત્વપૂર્ણ શોધ જોવા મળી શકે છે.
અલ્ઝાઈમર અને કેન્સર જેવા રોગો માટે દવાઓ વિકસાવી શકાય એવી સ્થિતિ હશે. ૨૦૨૪ માં, બાબા બંગાની આગાહીઓ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર હત્યાનો પ્રયાસ થશે. જેમાં તેમનાં જીવને જોખમ પણ છે. તો બીજી તરફ હાલમાં રશિયા યુક્રેન સાથે યુદ્ધમાં છે. આ સિવાય તેમણે યુરોપમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અન્ય એક અનુમાન મુજબ કોઈ મોટો દેશ આવતા વર્ષે પરમાણુ પરીક્ષણ કરી શકે છે.
બાબા વેંગા અનુસાર, ૨૦૨૪માં મોટું આર્થિક સંકટ જોવા મળશે. તેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે. તેમનો દાવો છે કે દેવાનું સ્તર વધવાથી ભૌગોલિક રાજકીય તણાવ વધે તેવી શક્યતા છે. કેટલાક લોકો નોકરીઓ પણ ગુમાવે તેવી શક્યતા છે. તો બીજી તરફ છૈંનો પ્રભાવ વધી જ રહ્યો છે.
આ ઉપરાંત વધી રહેલા ટેકનોલોજી અને સોફ્ટવેરના આક્રમણ વચ્ચે બાબા બંગાએ સાયબર હુમલામાં વધારો થવાની ચેતવણી પણ આપી હતી. ૨૦૨૪માં હેકર્સ દ્વારા પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવે તેવી અપેક્ષા છે. એટલું જ નહીં બાબા વેંગાના મતે, વર્ષ ૨૦૨૪માં પૃથ્વી પર કોઈ એક મોટો ફેરફાર થશે, જે સામાન્ય રીતે લાંબા સમય સુધી ચાલતો રહેશે. પરંતુ જો તેની ઝડપ વધારે હોય તો ભયંકર કુદરતી આફત આવી શકે છે.
બાબા વેંગાનાં અનુયાયીઓ દાવો કરે છે કે તેમનો જન્મ ૧૯૧૧માં થયો હતો. એવું કહેવાય છે કે તેણે અમેરિકામાં ૯/૧૧ના આતંકવાદી હુમલાની પણ સાચી આગાહી કરી હતી.SS1MS