અકસ્માતે મોતના આંકડામાં બે એજન્સીમાં મોટું અંતર
નવી દિલ્હી, સરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આ આંકડાઓમાં મોટો તફાવત જાેવા મળ્યો છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલય દ્વારા હાલમાં જ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા જેમાં બંનેમાં મોટો તફાવત જાેવા મળે છે.
બંને એજન્સીઓના ડેટાની સરખામણી કરવા પર જાણવા મળ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૨માં પગપાળા જતા ૩૨,૮૨૫ લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા હતા. આ કિસ્સામાં, આ એનસીઆરબીદ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા ૩૨ ટકા વધુ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રકથી મૃત્યુ પામનાર લોકોના ડેટામાં આ તફાવત વધીને ૪૨ ટકા થઈ ગયો છે. જેથી ડેટા કલેક્શન સિસ્ટમમાં સુધારો કરવાની માંગ ઉઠી છે. તેમજ આ સમસ્યા પાછળના કારણ બાબતે નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી ડેટા એકત્ર કરી રહેલા લોકોને યોગ્ય રીતે પ્રશિક્ષિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેશે.
આ સિવાય વાહનની ટક્કરથી રાહદારીઓના મૃત્યુની નોંધ કરવામાં અનિયમિતતા છે, જેના કારણે ડેટા ડિસ્ટર્બ થાય છે. જ્યારે એનસીઆરબીસીસીટીએનએસડેટા સાથે માર્ગ અકસ્માતો રેકોર્ડ કરવા માટે એક અલગ પ્રક્રિયા અપનાવે છે.
વર્ષ ૨૦૨૨માં માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર ટુ વ્હીલરથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા ૭૪,૮૯૭ છે. તેમજ એનસીઆરબીના રિપોર્ટ અનુસાર આ આંકડો ૭૭,૮૭૬ છે. પરિવહન મંત્રાલયના મુજબ પગપાળા ચાલતા ૩૨,૮૨૫ લોકો વાહનની ટક્કરથી મૃત્યુ પામ્યા છે.
તેમજ એનસીઆરબીઅનુસાર ૨૪,૭૪૨નો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. કાર અને હળવા મોટર વાહનોથી થતા અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા મંત્રાલય અનુસાર ૨૧,૦૪૦ અને એનસીઆરબીઅનુસાર ૨૪,૦૮૬ છે.
આમ, મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૨માં કુલ ૧,૬૮,૪૯૧ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એનસીઆરબીમુજબ આ આંકડો ૧,૭૧,૧૦૦ હતો. SS2SS