દેવગઢબારિયા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું

લવારીયા, દુધિયા ગામના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જાેડાયા
(પ્રતિનિધિ)દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં હાલમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પગપસેરો કરી રહી છે એક તરફ વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવે ત્રણેય પક્ષ સક્રિય થયા છે.
ત્યારે હાલ ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસમાં રહેલા પીઢ કાર્યક્રરોને ભાજપમાં જાેડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજે પણ કેટલાક સ્ટેટ વખતના કહેવાતા ગામોમાં આજે પણ કોંગ્રેસના કેટલાક પીઢ કાર્યકરો જાેવા મળી રહ્યા છે. ત્યારે આ કાર્યકરોને ૧૩૪ વિધાનસભાના ધારાસભ્ય પોતાના વિકાસના કામો તેમજ કાર્યશૈલીથી કોંગ્રેસના પીઢ કાર્યકરીને ભાજપમાં જાેડવાનું ચાલુ કર્યું હોય તેમ જાેવાઈ રહ્યું છે.
ત્યારે આજરોજ દૂધિયા, લવારીયા એમ બે ગામના ૨૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જાેડાયા રાજ્ય કક્ષાના પૂર્વમંત્રી અને હાલના ધારાસભ્ય બચુભાઈ ખાબડએ આ કોંગ્રેસ કાર્યકરોની ખેસ પહેરાવી કેસરિયા કર્યા હતા. આમ દેવગઢબારિયા ૧૩૪ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષમાં વધુ એક ગાબડું પડ્યું હોય તેમ જાેવાઈ રહ્યું છે.