રાજસ્થાનમાં ગેહલોત સરકારના ૧૯ મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો
મંત્રીઓ સહિત મોટા નેતાઓ હાર્યા ચૂંટણી
નવી દિલ્હી, ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોમાં મોટા ગજાના ઘણા નેતાઓના રાજકીય ભાવિનો ફેંસલો થઈ ગયો છે. જે નેતાઓ જીત્યા છે, તેમને રાહત મળી છે. જા કે હારનો સામનો કરનારા ઘણા નેતાઓએ ઘરે બેસવું પડે તેમ છે. નવાઈની વાત એ છે કે આમાંથી ઘણા તો મંત્રીઓ છે.
રાજસ્થાનમાં આ મોરચે કોંગ્રસ માટે કપરી Âસ્થતિ સર્જાઈ છે. કેમ કે ગેહલોત સરકારના ૧૯ મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સી પી જાશી નાથદ્વારા બેઠક પરથી હારી ગયા.
કેબિનેટ મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માએ પણ કેકડી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે સિવિલ લાઈન્સ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો.
જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા ગૌરવ વલ્લભે પણ ઉદયપુર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુરા બેઠક પરથી અને ટોંક બેઠક પરથી સચિન પાયલટની જીત થઈ છે. જે કોંગ્રેસ માટે મોટી રાહત સમાન છે. છત્તીસગઢમાં પણ કોંગ્રેસ સરકારના કેટલાક મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવ ફક્ત ૧૫૭ મતોથી હારી ગયા. મધ્ય પ્રદેશમાં ભાજપના ફાળે મોટો અપસેટ આવ્યો છે.
રાજ્ય સરકારના પાંચ મંત્રીઓએ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા નરોત્તમ મિશ્રાએ દતિયા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. કૃષિ મંત્રી કમલ પટેલે પણ હરદા બેઠક પરથી હારી ગયા છે. પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયા બમોરી બેઠક પરથી હારી ગયા છે. ઉદ્યોગ મંત્રી રાજ્યવર્ધનસિંહ બદનાવર બેઠક પરથી હારી ગયા છે.