Western Times News

Gujarati News

ભારત છોડી દુબઈ સ્થાયી થયેલી એરિકા ફનાર્ન્ડિઝને મોટું નુકસાન

મુંબઈ, આ વર્ષના માર્ચ મહિનામાં દુબઈ શિફ્ટ થનારી એરિકા ફનાર્ન્ડિઝ પોતાના ર્નિણયથી ખુશ છે. વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું નવું માર્કેટ અને મારું પ્રોફેશનલ હોરિઝોન એક્સપ્લોર કરવા માગતી હતી.

આ વાતે જ મને આ ર્નિણય લેવા માટે પ્રેરિત કરી હતી’. દુબઈમાં કામની તકો વિશે વાત કરતાં આંત્રપ્રિન્યોર બનેલી એક્ટ્રેસે કહ્યું હતું કે ‘અલગ-અલગ દેશમાંથી આવતા લોકો સાથે કામ કરવા માટેની આ શ્રેષ્ઠ જગ્યા છે. મેં અહીંયા પ્રોડક્શન હાઉસ અને એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સ્થાપિત કરી છે.

આ એક ઉત્સાહી અને પડકારજનક જર્ની છે, જેમા ઘણી બધી મહેનત અને સમયની જરૂર પડે છે’. એરિકા ભલે અત્યારે ખુશ હોય પરંતુ શરૂઆતમાં દુબઈમાં શિફ્ટ થવા અંગે તે થોડી શંકાસ્પદ હતી. બીજા દેશમાં શિફ્ટ થવું તે પર્સનલી અને પ્રોફેશનલી પડકારજનક હોઈ શકે છે. કેટલીક શંકા હોવી તે સ્વાભાવિક છે.

પરંતુ મારું માનવું છે કે, જાેખમ લેવુ તમને અનુભવ અને વૃદ્ધિ તરફ દોરી શકે છે, તેમ એરિકાએ ઉમેર્યું હતું. શું એક્ટિંગ હજી પણ તેના મનમાં છે? શું ભારત તરફથી કોઈ પ્રોજેક્ટ ન મળવા પર તે ચિંતિત છે? તેમ પૂછતાં કસૌટી જિંદગી કી ૨ અને કુછ રંગ પ્યાર કે ઐસે ભી જેવા શો કરી પોપ્યુલર થયેલી એરિકાએ જવાબમાં કહ્યું હતું કે ‘ખરેખર નહીં.

શિફ્ટ થયા બાદ પણ મને ઓફર મળી રહી છે. હું ત્રણ કલાક જ દૂર રહું છું, તેથી હજી મુંબઈમાં રહેતી હોવ તેમ લાગે છે. ભૂતકાળમાં હું પ્રોજેક્ટ માટે ટ્રાવેલ કરી ચૂકી છું અને તેમા કોઈ મોટી વાત નથી. અંતે મારું માનવું છે કે, મારી પ્રતિભા, જુસ્સો જ મારા સ્થાનને ધ્યાનમાં લીધા તકોને આકર્ષિત કરશે. અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં એરિકા ફનાર્ન્ડિઝે ટીવીમાંથી બ્રેક લીધો હોવાનું જણાવ્યું હતું.

તેણે કહ્યું હતું કે ‘મને લાગતું હતું કે હું એક જગ્યાએ રહી ગઈ છું. તે તમે કેટલી સફળતા મેળવો છો અથવા તમે કેટલા સફળ શોનો ભાગ છો તેના વિશે નથી. મેં આમ એટલા માટે કહ્યું કારણ કે, હું સારા શો કરી રહી હતી પરંતુ એક્ટર તરીકે વિકસિત થઈ રહી નહોતી. મને કોઈ પડકારજનક રોલ મળી રહ્યા નહોતા. તેથી હું તેમાથી બહાર નીકળી થોડો સમય આપવા માગતી હતી અને મને શું મળે છે તે જાેવા ઈચ્છતી હતી. બધું પર્ફેક્ટ હતું.

ઘણીવાર તમે એકની એક વસ્તુ કરીને કંટાળી જાવ છો અને તમે પરિવર્તન માટે કંઈક અલગ કરવા માગો છો. દુબઈ શિફ્ટ થવાનો ર્નિણય લેતા પહેલા કોઈની સાથે ચર્ચા કરી હતી કે કેમ? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘સામાન્ય રીતે હું જાતે જ બધા ર્નિણય લઉ છું. મને બીજાની મંજૂરી મેળવવી ગમતી નથી.

મારા માતા-પિતા કામમાં દખલગીરી કરતાં નથી. જાે મારે કોઈની પાસેથી સલાહ લેવી જ હોય તો હું શુભાવી ચોક્સી અને સોન્યા અયોધ્યાને ફોન કરું છું. હું હંમેશા વીડિયો કોલ અને ચેટથી તેમની સાથે સંપર્કમાં રહુ છું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.