બિગબ્લોક કન્સ્ટ્રક્શને CII-IGBC સાથે વર્લ્ડ ગ્રીન બિલ્ડીંગ વીક 2022ની ઊજવણી કરી; લીમડો અને કરેણના વૃક્ષો વાવ્યા
મુંબઈ, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, ઇંટો અને પેનલ્સમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે વર્લ્ડ ગ્રીન બિલ્ડીંગ વીક 2022ની ઊજવણીના ભાગરૂપે આબોહવા પરિવર્તનમાં યોગદાન આપવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. કંપનીએ લીમડા અને કરેણના વૃક્ષો વાવ્યા હતા.
વર્લ્ડ ગ્રીન બિલ્ડીંગ વીક 2022ની ઊજવણી 12-16 સપ્ટેમ્બર, 2022 દરમિયાન કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ દરેક જગ્યાએ, દરેક માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને સસ્ટેનેબલ બિલ્ટ એન્વાર્યમેન્ટને વેગ આપવાનો છે. 2022 માટેની થીમ હતી #BuildingforEveryone. અઠવાડિયા લાંબી ઉજવણી દરમિયાન સીઆઈઆઈની ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ઈ-વેસ્ટ મેનેજમેન્ટ ઝુંબેશ, ગ્રીન બિલ્ડિંગની મુલાકાત, વીડિયો ઝુંબેશ, જાગૃતિ શિબિરો, વોકથોન, સાયક્લોથોન વગેરે સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વાયુ પ્રદૂષણથી વર્ષે 70 લાખથી વધુ લોકો મોતને ભેટે છે.
આ અંગે ટિપ્પણી કરતાં બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, “ગ્રીન કવર ગુમાવવાથી અમાપ અસર થાય છે. વૃક્ષો ગ્રહના ફેફસાં તરીકે કામ કરે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે, કાર્બન જાળવી રાખે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. વૃક્ષનો નાશ થવાથી વધુ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે અને આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં આપણા સૌથી મોટા સહયોગીઓમાંના એકનો વિનાશ થાય છે. પર્યાવરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને સામાજિક રીતે જવાબદાર હોવાના ભાગરૂપે બિગબ્લોક કન્સ્ટ્રક્શને વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરી છે.”
2015માં સ્થાપાયેલી બિગબ્લોક કંસ્ટ્રક્શન લિમિટેડ એએએ બ્લોક્સમાં પશ્ચિમ ભારતમાં સૌથી મોટી કંપની છે અને આ ક્ષેત્રની એકમાત્ર લિસ્ટેડ કંપની છે. ગ્રીન અને નોન-ટોક્સિક બિલ્ડિંગ કંસ્ટ્રક્શન મટિરિયલ તરીકે એએસી બ્લોક્સ સસ્તા, ઓછા વજનવાળા, થર્મલ ઇન્સ્યુલેશન, સાઉન્ડ પ્રૂફ, શ્રેષ્ઠ બિલ્ડ ગુણવત્તા સાથે આગ પ્રતિકારક અને પરંપરાગત ઇંટોની તુલનામાં ઊર્જા બચાવે છે, પર્યાવરણને અનુકૂળ અને આર્થિક પણ છે. આ સેગમેન્ટમાં તે એકમાત્ર કંપની છે જે કાર્બન ક્રેડિટ જનરેટ કરે છે.
એએસી બ્લોક્સ એ કુદરતી અને નોન-ટોક્સિક કંસ્ટ્રક્શન મટિરિયલ છે જે ઊર્જા બચાવે છે અને પર્યાવરણને અનુકૂળ છે. વધુમાં એએસી બ્લોક્સના થર્મલ ઇન્સ્યુલેશન ગુણધર્મો ઊર્જાનો વપરાશ ઘટાડે છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ કરે છે જેના પરિણામે બિલ્ડિંગ જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી બચત થાય છે. છેલ્લા દાયકામાં લાલ માટી અને ફ્લાય એશ ઇંટો કરતાં એએસી બ્લોક્સ પર પસંદગી વધી રહી છે અને તેને બિલ્ડિંગ કંસ્ટ્રક્શનના ભાવિ તરીકે જોવાઈ રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વૃદ્ધિ, ઓછી કિંમતના મકાનો માટેની વધતી જતી પસંદગીઓ અને ગ્રીન અને સાઉન્ડપ્રૂફ ઈમારતો પર સતત વધતું ધ્યાન એ એએસી માર્કેટને આગળ ધપાવતા પરિબળો છે.
વધુ વિગતો જણાવતાં બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ શ્રી મોહિત સાબૂએ જણાવ્યું હતું કે “પર્યાવરણ પર વધતી જતી કાર્બન ફૂટ પ્રિન્ટ ચિંતાનો વિષય છે. કંપની ગ્રીન બિલ્ડીંગ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનું ઉત્પાદન કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. કન્સ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીને હરિયાળી અને ટકાઉ રહેઠાણોનું નિર્માણ કરવામાં મદદ પૂરી પાડવાનું કંપનીનું વિઝન છે. કન્ઝર્વ સોઈલના વિઝન સાથે ઉદ્યોગ માટે ગ્રીન પ્રોડક્ટ એવી NXTBLOC કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.”