બિગબ્લોક કન્સ્ટ્રક્શનને ટોપ ચેલેન્જર્સ એવોર્ડથી સન્માનિત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/BigBloc-e1666086794978-1024x940.jpg)
એરેટેડ ઓટોક્લેવ કોન્ક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સ સહિત ગ્રીન અને નોન-ટોક્સિક બિલ્ડિંગ મટિરિયલ્સના ઉત્પાદનમાં ભારતમાં અગ્રણી સ્થાન ધરાવતી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડને 20મા કન્સ્ટ્રક્શન વર્લ્ડ ગ્લોબલ એવોર્ડ્સ (સીડબ્લ્યુજીએ) 2022 ખાતે ટોપ ચેલેન્જર્સ એવોર્ડ્સ 2022થી સન્માનિત કરવામાં આવી છે.
કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીમાં પોતાના બહુમૂલ્ય પ્રદાન બદલ બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડને આ સન્માન પ્રાપ્ત થયું હતું. બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ શ્રી મોહિત સાબૂએ મુંબઈમાં આઈટીસી ગ્રાન્ડ સેન્ટ્રલ ખાતે 14 ઓક્ટોબર, 2022ના રોજ યોજાયેલા એક સમારંભમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સમારંભમાં મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો. બ્રિજેશ દિક્ષીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ટોપ ચેલેન્જર્સ એવોર્ડ એવી કંપનીઓને આપવામાં આવે છે કે જેમણે તાજેતરમાં જોવાયેલી પ્રતિકૂળતાઓ છતાં તેમના વેપારમાં વધારો કર્યો છે, તેમની નાણાંકીય સ્થિતિ નિર્ધારિત દેવાની મર્યાદામાં રાખવામાં સક્ષમ રહી છે અને તેમના વેચાણ અને નફાકારકતામાં વધારો કર્યો છે. કન્સ્ટ્રક્શન વર્લ્ડ અને ફર્સ્ટ કન્સ્ટ્રક્શન કાઉન્સિલ દ્વારા યોજાયેલા સીડબ્લ્યુજીએ 2022માં ભારતની ટોચની કંપનીઓ અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપનીઓને માન્યતા આપવામાં આવી હતી.
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે “પ્રતિષ્ઠિત કંપનીઓની યાદીમાં સ્થાન મેળવવું ખરેખર સન્માનની વાત છે. તે અમારા બિઝનેસ મોડલ, વ્યૂહરચના, તાકાત અને મેનેજમેન્ટના દૂરંદેશીપણાનો પુરાવો છે. હવે અમે ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતા માટે અમારા પ્રયત્નો ચાલુ રાખવા તરફ વધુ પ્રેરિત છીએ.”
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ શ્રી મોહિત સાબૂએ જણાવ્યું હતું કે કંપની ગ્રીન બિલ્ડિંગ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને ગ્રીન અને ટકાઉ રહેઠાણો બાંધવા માટે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગને મદદરૂપ થવાનો એકમાત્ર ઉદ્દેશ જ કંપનીનું વિઝન છે. જમીનના સંવર્ધનના વિઝન સાથે ઉદ્યોગ માટેની ગ્રીન પ્રોડક્ટ એવી નેક્સ્ટબ્લોક કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે.