Western Times News

Gujarati News

Bigboss OTT: રાકેશના પ્રહારથી શું શમિતા શેટ્ટી લાલચોળ બની જશે???

બિગ બોસ ઓટીટી સર્વ શક્ય લડાઈઓ અને ઝઘડાઓ માટે સમાચારમાં છે ત્યારે હાઉસમાં વધુ એક ગતકડું ઊભું થયું છે. હાઉસમાં લગભગ 2 સપ્તાહ વિતાવ્યા પછી સ્પર્ધકોએ જાણ્યું છે કે બિગ બોસ ઓટીટી એટલે #સ્ટે કનેક્ટેડ છે.

શોમાં હયાતિ ટકાવી રાખવા માટે દરેક સ્પર્ધકે તેમના કનેકશનને ટેકો આપવાનો છે, તેમની પડખે રહેવાનું છે અને પરફોર્મ કરવાનું છે. આ વખતે વૂટ પર દર્શકો 24×7 લાઈવ એકશન જોઈ શકશે અને હાઉસમાં રહેવા માટે તેમને માટે કયું કનેકશન પાત્ર છે તે જાણવા મળશે.

આપણે કનેકશન વિશે વાતો કરી રહ્યા છીએ ત્યારે હાઉસમાં તથાકથિત શાંત કનેકશન રાકેશ અને શમિતા શેટ્ટી બહુ નિકટ હોય તેમ જણાય છે. રાકેશ બાપટ તેની સર્વ ક્યુટનેસ સાથે શમિતા સાથે ફલર્ટ કરતો જોવા મળ્યો હતો અને તે પણ તેણીના બેડ પર સૂતો હતો ત્યારે. બંને વચ્ચેની આ મસ્તીએ મધરાત્રે સર્વ સ્પર્ધકોનું ધ્યાન ખેંચ્યું.

નિઃશંક રીતે હાઉસમેટ્સ મોજમસ્તી કરી રહ્યાં હતાં ત્યારે શમિતા મસ્તી કરવામાં વ્યસ્ત હતી અને રાકેશ પણ ફલર્ટ કરવાથી પોતાને રોકી શકતો નહોતો.

ફલર્ટિંગ કરતી વખતે રાકેશે શમિતાને કહ્યું, હું તને ગરમ કરવા માગું છે, જે સામે શમિતાએ જવાબ આપ્યો, ત્યાંથી જ કર (અન્ય બેડ તરફ ઈશારો કરતાં)…  રાકેશે તે પછી એવું કહીને પ્રતિસાદ આપ્યો કે મને લાંબું અંતર ફાવતું નથી… ખરેખર આ ક્યુટ છે કે નહીં.

વારુ, પ્રથમ દિવસથી જ તેમનું કનેકશન મજબૂત બની રહ્યું છે અને તેઓ તેમના સંબંધને વધુ આગળ લઈ જવા માગે છે એમ લાગે છે. બરોબર ને? શું આ પ્રેમ રમતમાં નવો વળાંક લાવશે અને રોમાન્સની સપાટીની ઊંચે લઈ જશે કે તેમની નિકટતા એ ફક્ત વ્યૂહરચના છે?

#બિગ બોસ ઓટીટી હોય ત્યાં પ્રેમ અને યુદ્ધમાં બધું જાયઝ છે. જોતા રહો બિગ બોસ ઓટીટી પર ઓવર ધ ટોપ ડ્રામા, ફક્ત @Voot @VootSelect પર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.