Bigg Bossમાં ભાગ લેવા તૈયાર છે કરણ જોહર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Karan-Johar.webp)
મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહર હાલ પોતાના ચેટ શો ‘કોફી વિથ કરણની સાતમી સીઝનને લઈને ચર્ચામાં છે. ‘કોફી વિથ કરણ’ની અત્યાર સુધીમાં કેટલાય સેલિબ્રિટીઝ આવી ચૂક્યા છે. તેમના મજેદાર જવાબો ચર્ચાનો વિષય બન્યા છો તો કેટલાકના નિવેદનથી વિવાદ પણ થયો છે.
હવે કરણ પોતાના આ ‘સ્પાઈસી’ શોની સાતમી સીઝન સાથે પાછો ફરી રહ્યો છે. આ શો હોસ્ટ કરવા ઉપરાંત કરણ જાેહર ‘બિગ બોસ ઓટીટી’ની પહેલી સીઝન પણ હોસ્ટ કરી ચૂક્યો છે. શું કરણ જાેહર પોતે ‘બિગ બોસ’ના ઘરમાં બંધ થવા તૈયાર છે? આ સવાલનો જવાબ કરણે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આપ્યો છે.
રિયાલિટી શો ‘બિગ બોસ’ના ઘરમાં એક અઠવાડિયા માટે જવાનું હોય તો કયા સેલિબ્રિટીને સાથે લઈ જશો? આ પ્રશ્ન પૂછાતાં કરણ જાેહરે પિંકવિલાને જણાવ્યું કે તે કરીના કપૂર ખાનને લઈ જવા માગે છે. આની પાછળનું કારણ પૂછવામાં આવતાં ‘હુનરબાઝ’ના જજ કરણે કહ્યું, “કરીના ખૂબ જ મનોરંજક છે.
હું આ શોમાં તો જ ભાગ લઈશ જાે કરીના મારી સાથે આવવા તૈયાર થશે.” જણાવી દઈએ કે, રિયલ લાઈફમાં કરીના કપૂર અને કરણ જાેહર ખૂબ સારા મિત્રો છે.
તેઓ અવારનવાર સાથે પાર્ટી કરતાં જાેવા મળે છે. દરમિયાન ‘કોફી વિથ કરણ ૭’ની વાત કરીએ તો ૭ જુલાઈથી કરણ જાેહરનો આ ચેટ શો ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થવાનો છે. આ શોના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જાેવા મળશે.
આ ઉપરાંત અક્ષય કુમાર, સમંતા રૂથ પ્રભુ, વિજય દેવકાકોંડા, સારા અલી ખાન, કિયારા અડવાણી, જ્હાન્વી કપૂર, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે, શાહિદ કપૂર વગેરે જેવા સેલેબ્સ જાેવા મળશે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરણ જાેહર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’નું શૂટિંગ કરી રહ્યો છે.
લાંબા સમય બાદ કરણ આ ફિલ્મ દ્વારા ડાયરેક્શન ક્ષેત્રે પાછો ફરી રહ્યો છે. આ ફિલ્મમાં શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં છે.SS1MS