બિગ બોસ ૧૩થી ફેમ હિમાંશી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ, રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ ૧૩થી લાઇમલાઇટમાં આવેલી પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાના સાથે જાેડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને તાવ આવ્યા બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે હાલ રોમાનિયામાં છે અને તેના આગામી પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી.
અહીં નોંધનીય છે કે હિમાંશી ખુરાનાએ રિયાલિટી શો બિગ બોસ ૧૩માં ભાગ લીધો હતો, જ્યાં શહેનાઝ ગિલ સાથેની તેની લડાઈની ઘણી ચર્ચા થઈ હતી. હિમાંશીને તાજેતરમાં મોટા બજેટની પંજાબી રોમેન્ટિક-કોમેડી ફિલ્મની ઓફર કરવામાં આવી હતી.
આ ફિલ્મના શૂટિંગ માટે હિમાંશી રોમાનિયા ગઈ હતી. આ સમયે ત્યાં તાપમાન માઈનસમાં છે. હિમાંશી અત્યંત ઠંડા વાતાવરણમાં વરસાદની સિક્વન્સનું શૂટિંગ કરી રહી હતી. સીન પૂરો થયા પછી પણ તેણે તેના વ્યસ્ત શિડ્યુલને કારણે આરામ કર્યો ન હતો, કારણકે તેને ક્રિસમસ પહેલા કામ પૂરું કરવાનું હતું.
બીજા દિવસે પણ તેણે સતત શૂટિંગ કર્યું, જ્યારે તાપમાન -૭ ડિગ્રીની નજીક હતું. તે જ દિવસે તેને ખૂબ તાવ આવ્યો અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. મળતી માહિતી મુજબ, હાલત ગંભીર બની ગયા બાદ પણ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તેની હાલત ખરાબ થતી ગઈ, તે પથારીમાંથી ઊઠી પણ શકતી નહોતી.
આ પછી ટીમે ડોક્ટરને ચેકઅપ માટે બોલાવ્યા, હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે અને કામ પર પાછી ફરી છે. હિમાંશીએ થોડા દિવસો પહેલા માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તે બિગ બોસના ઘરમાં ગઈ ત્યારે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેની જિંદગી બદલાઈ જશે. ઘરમાં નકારાત્મકતાને કારણે તે ડિપ્રેશનમાં જતી રહી. તેમાંથી બહાર આવતા તેને લગભગ ૨ વર્ષ લાગ્યા.
તેણે જણાવ્યું કે ઈવેન્ટમાં જતા પહેલા તેને ભારે ગભરામણ થતી હતી. દોસ્તના લગ્નમાં ડાન્સ કરતી વખતે તેને હાર્ટ પ્રોબ્લેમ થયો હતો, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું હતું. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે.SS1MS