Western Times News

Gujarati News

બિગ બોસ ૧૪ ફેમ નિક્કી તંબોલીએ ખરીદી નવી કાર

મુંબઈ, સાઉથની ફિલ્મોની અભિનેત્રી અને ટીવી રિયાલિટી શૉમાં કામ કરી ચૂકેલી નિક્કી તંબોલી અત્યારે પોતાની નવી કારને કારણે ચર્ચામાં છે. નિક્કી તંબોલીએ તાજેતરમાં જ એક નવી લક્ઝરી કાર ખરીદી છે. પોતાના જીવનમાં આ ઉપલબ્ધિ મેળવીને તે ઘણી ખુશ છે.Bigg Boss 14 Fame Nikki Tamboli buys new car

તેણે પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરી છે. સોશિયલ મીડિયા પર તેણે કાર સાથેની અનેક તસવીરો શેર કરી છે. તેણે શૉરુમમાં કારની પૂજા પણ કરી હતી. તેણે કાર સાથે સ્ટાઈલિશ પોઝ આપતો ફોટો પણ શેર કર્યો છે. જીવનના આ ખાસ અવસર પર તે પિતાને સાથે લઈ ગઈ હતી. નિક્કી તંબોલીએ Mercedes Benz GLE કાર ખરીદી છે. આ કારની કિંમત લગભગ ૮૬ લાખ રુપિયા છે.

અભિનેત્રીએ શૉ રુમમાં કારની પૂજા કરી અને પછી પિતા સાથે મળીને કેક પણ કાપી હતી. ગાડી ખરીદ્યા પછી નિક્કીના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલીએ તમિલ ફિલ્મ કંચના ૩માં દમદાર અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યારપછી તેણે સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ બોસ ૧૪માં ભાગ લીધો હતો અને સેકન્ડ રનરઅપ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

રોહિત શોટ્ટીના સ્ટંટ બેઝ્‌ડ રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડી ૧૧માં પણ તેણે ભાગ લીધો હતો. નિક્કી તંબોલીએ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તેણે કેપ્શનમાં પિતાનો આભાર વ્યક્ત કર્યો છે. એક ફોટોમાં તે પિતા સાથે કેક કાપતી જણાઈ રહી છે.

અન્ય એક ફોટોમાં તે પૂજા કરતી જણાઈ રહી છે. નિક્કીએ કેપ્શનમાં લખ્યું કે, મને હંમેશા ઉપર લઈ જવા માટે અને ક્યારેય નિરાશ ન કરવા માટે હું હંમેશા માટે તમારી આભારી છું. હું હંમેશા તમારી નાની બાળકી રહીશ. કારની કિંમતની વાત કરીએ તો, એક્સ-શોરુમમાં તેની કિંમત ૮૫.૫ લાખ રુપિયાથી શરુ થાય છે અને એક કરોડ સુધી જાય છે.

નિક્કીએ આ કાર ૮૬ લાખ રુપિયામાં લીધી હોવાની જાણકારી સામે આવી રહી છે. નિક્કીની આ પોસ્ટ પર સેલેબ્સ પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અર્જુન બિજલાણી, જાસ્મિન ભસીન, પ્રતિક સહજપાલ, વિશાલ સિંહ, પવિત્ર પુણિયા અને સુગંધા મિશ્રાએ કમેન્ટ કરીને શુભેચ્છા આપી છે.

વિશાલ સિંહે તો લખ્યું છે કે, શુભકામનાઓ નિક્સ, ચલ ક્યાંક ફરવા લઈ જા હવે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નિક્કી તંબોલી ભારતી સિંહના કોમેડી શો ધ ખતરા ખતરા શૉનો પણ ભાગ બની હતી. નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.