બિગ બોસ ૧૬: ગુસ્સામાં લાલચોળ થઈ ગયો સાજિદ

મુંબઈ, સાજિદ ખાનની બિગ બોસમાં એન્ટ્રી થઈ છે ત્યારથી જ લોકો તેને બહાર કરવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાજિદ ખાન પર અનેક અભિનેત્રીઓએ શોષણનો આરોપ મૂક્યો હતો.
શર્લિન ચોપરાએ તાજેતરમાં જ સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. મહિલાઓ સાજિદ ખાનને શૉમાંથી બહાર કરવાની માંગ કરી રહી છે. તેવામાં તાજેતરના એપિસોડમાં જે થયું ત્યારપછી આ માંગ વધારે પ્રબળ બની છે.
૩૦ ઓક્ટોબરના એપિસોડમાં સાજિદ ખાને ગૌતમ વિજ સાથે જે વ્યવહાર કર્યો તે જાેઈને ફેન્સ રોષે ભરાયા છે. સોશિયલ મીડિયા પર બિગ બોસના ફેન્સ સાજિદ ખાનની ટીકા કરી રહ્યા છે. ફેન્સ કહી રહ્યા છે કે, આખરે સાજિદ ખાને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો.
ઉલ્લેખનીય છે કે વીકેન્ડ કા વાર એપિસોડમાં નોમિનેશનથી બચવા માટે ગૌતમ વિજે ઘરના તમામ કન્ટેસ્ટન્ટનો એક અઠવાડિયાનો ખોરાક ત્યાગવાનો ર્નિણય લીધો હતો. ઘરના તમામ લોકો ગૌતમ પર રોષે ભરાયા હતા.
હંમેશા હસતા રહેતા અબ્દુએ પણ ખૂબ ગુસ્સો કર્યો હતો. જાે કે પછી ગૌતમે પોતાનો ર્નિણય પાછો ખેંચ્યો હતો. પરંતુ આ દરમિયાન સાજિદ ખાન ખૂબ ગુસ્સે થયો હતો. તેની અને ગૌતમની બોલાચાલી શરુ થઈ ગઈ હતી. તેણે ગૌતમ માટે ખૂબ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
સાજિદ ખાન રોકાયો નહીં, તેણે ગૌતમના માતા-પિતાને પણ ગંદી ગાળો આપી હતી. સાજિદ ખાને ગાળો પણ એવી આપી હતી કે બિગ બોસના મેકર્સે અવાજ મ્યૂટ કરવો પડ્યો હતો. શિવ ઠાકરે તેમજ એમસી સ્ટેને સાજિદને રોકવાનો અને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે માન્યો નહોતો. સાજિદ ખાન કહેવા લાગ્યો કે, ભલે બિગ બોસ મને ઘરમાંથી બહાર નીકાળી દે, હું તો તને ગાળો આપીશ.
સાજિદ ખાનની આ હરકત પર ફેન્સ રોષે ભરાયા છે. એક યુઝરે લખ્યું કે, સાજિદ ખાને જે પ્રકારે ગૌતમ વિજને ગાળો આપી તે શરમજનક છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ગૌતમ વિજનો આભાર માનવો જાેઈએ, તેણે આ જંગલી પ્રાણીને એક્સપોઝ કર્યો. આ સિવાય બીજા ઘણાં યુઝર્સે સાજિદ ખાનને બિગ બોસના ઘરમાંથી બહાર નીકાળવાની ડિમાન્ડ કરી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સ્વામી ઓમ, મધુરિમા તુલી, ઝુબૈર ખાન અને પ્રિયંકા જગ્ગા સામે બિગ બોસે આ પ્રકારની હરકત કરવા બદલ કડક કાર્યવાહી કરી હતી.SS1MS