બિગ બોસ ઓટીટી-૩નું સંચાલન અનિલ કપૂર કરશે
મુંબઈ, બિગ બોસ ઓટીટી ૩ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જિઓસિનેમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ સીઝનને અનિલ કપુર હોસ્ટ કરશે.
છેલ્લી કેટલીક સીઝનથી સલમાન ખાન બિગબોસનો ચહેરો બની ગયો હતો. પરંતુ ગુરુવારે જિઓ સિનેમા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતની ઓટીટી સીઝન અનિલ કપુર હોસ્ટ કરશે. આમ તો થોડાં વખત પહેલાં જાહેર કરાયેલાં શોના પ્રોમો દ્વારા જ અનિલ કપુર આ શોને હોસ્ટ કરશે તેવો અંદાજ આવી ગયો હતો.
જોકે, આ પ્રોમોમાં અનિલનો ચહેરો બતાવાયો નહોતો પરંતુ ‘ઝક્કાસ હિરોને બધાએ ઓળખી લીધા.’ કહીને મેકર્સે તારીખ અને હિન્ટ બંને આપી દીધાં હતાં. ૨૧ જૂનથી જિઓ સિનેમા પર બિગબોસ ઓટીટી ૩ શરૂ થશે. તો તમે તે ગમે તે સમયે જોઈ શકો છો.
આ વખતનાં બિગબોસમાં ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર સહીત કેટલાંક મોટાં નામોની પણ ચર્ચા છે. શોના મકર્સ દ્વારા ક્રિતિ સેનનની બહેન નુપુર સેનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં નુપુરે પણ રસ દર્શાવ્યો છે. પરંતુ હજુ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. આ સીઝનમાં અનુષા દાંડેકર, હર્ષદ ચોપડા, શાહજાદા ધામી અને શિખર ધવન હોઈ શકે છે.SS1MS