કરણ જોહર શોમાંથી મને બહાર કરે તો પણ હું ગભરાતી નથી: દિવ્યા અગરવાલ

અક્ષરા સિંહ સાથે વાત કરતાં દિવ્યા અગરવાલ સનડે કા વાર એપિસોડમાં તેની સામે કરણ જોહર દ્વારા કરવામાં આવેલા આરોપો વિશે ખૂલી ગઈ હતી. Bigg Boss OTT: Divya Agarwal reacts on the allegations by Karan Johar says- ‘I am not afraid of Karan Johar evicting me from e show’
તેણે શું કહ્યું તે માની નહીં શકે. દિવ્યા કહ્યું, કરણની ટીકાથી કાંઈ હું પોતાને બદલવાની નથી. તેણે કરણના અભિપ્રાય વિશે વાત કરી અને કહ્યું કે ખાસ કરીને કરણ મને જાણતો નહીં હોવાથી મારી વિરુદ્ધ તેણે આવી વાત નહી કરવી જોઈએ.
અભિનેત્રી શોના આરંભથી ચર્ચામાં છે. સહ- સ્પર્ધક શમિતા કે પ્રતીક કે ખુદ હોસ્ટ કરણ જોહર સાથે ઝઘડા હોય, તેણે એક યા બીજા કારણસર મથાળાં ગજવ્યાં છે. તેણે ઓનલાઈન પર પણ ચર્ચા જગાવી છે, પરંતુ નેટિઝનોનું સૌથી વધુ ધ્યાન દોરાયું તે હોસ્ટ કરણ જોહર સાથેના શાબ્દિક યુદ્ધ પર.
કરણના નિવેદનથી બીબી હાઉસમાં જીવન મુશ્કેલ બન્યું છે એવો દાવો કરીને દિવ્યાએ જણાવ્યું કે જો મારી વિરુદ્ધ કશું પણ ખોટું બોલવામાં આવે તો સામે કોઈ પણ હોય તો પણ હું બોલીને રહીશ. તેણે ઉમેર્યું કે કરણ મને શોમાંથી બહાર કરે તો પણ હું ડરતી નથી અને કહે છે, હું કલાકાર છું અને કામ કરવાનું ચાલુ રાખીશ. અહીં નહીં તો અન્ય ક્યાંક કામ કરીશ.
તે કહે છે, કેજેઓએ તેની વિરુદ્ધ અમુક બાબતો કહી તે સાચી નથી અને તેના વિશે કશું પણ અને બધું બોલવાનો કરણને કોઈ અધિકાર નથી. તે કહે છે, કરણ જોહરે મારા વિશે એવી વાત કરી છે જેનાથી મને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પછી હું ચીસ કેમ નહીં પાડું, કેમ બોલું નહીં, મારું કોણ શું બગાડી શકશે.
તેણે ઉમર્યું, હું કલાકાર છું અને કામ કરવાનું ચાલુ રાખીશ. જો અહીં નહીં તો અન્ય ક્યાંક. તું માને છે કે તું બોલીવૂડનો રાજા છે તો તારા મોઢેથી નીકળતો દરેક શબ્દ લોકો સાંભળે સમજે છે. તેઓ દેખીતી રીતે જ તું જે બોલશે તેની પર ભરોસો કરશે. તો તું મારા વિશે આવું કઈ રીતે બોલી શકે.?