Western Times News

Gujarati News

ઓગસ્ટમાં ક્રેડિટ કાર્ડથી લઇને ITR માં સૌથી મોટા ફેરફાર થશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ઑગસ્ટ મહિનામાં પૈસા સંબંધિત ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ તમારી બચત અને રોકાણોને અસર કરી શકે છે. અહીં આવા પાંચ ફેરફારો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ખાસ FD, ITR ફાઇલિંગ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. Biggest changes in ITR from credit cards in August

તમારે તેમના વિશે જાણવું જાેઈએ. જાે તમે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરો છો તો હવે તમને કેટલાક કેશબેક અને ઇન્સેટિવ પોઇન્ટ ઓછા મળશે.

ખાનગી ક્ષેત્રની આ બેન્કે તેમાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કની વેબસાઈટ મુજબ, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૩ થી તમે ફ્લિપકાર્ટ પર મુસાફરી સંબંધિત ખર્ચની ચૂકવણી કરવા માટે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ૧.૫ ટકા કેશબેક માટે પાત્ર બનશો. SBIની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ છે.

આ ૪૦૦-દિવસની ટર્મ ડિપોઝિટ સ્કીમ છે, જેનો વ્યાજ દર નિયમિત ગ્રાહકો માટે ૭.૧ ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે ૭.૬ ટકા હશે. આ વિશેષ એફડી હેઠળ સમય પહેલા ઉપાડ અને લોનની સુવિધા પણ મેળવી શકાય છે. ઇન્ડિયન બેન્ક દ્વારા ખાસ FD રજૂ કરવામાં આવી છે, જેનું નામ “IND SUPER 400 DAYS” છે. આ ૪૦૦-દિવસની ફિક્સ ડિપોઝિટ સ્કીમ હેઠળ ૧૦,૦૦૦ રૂપિયાથી ૨ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ કરવાની છેલ્લી તક ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ છે.

૪૦૦-દિવસની વિશેષ એફડી હેઠળ સામાન્ય લોકોને ૭.૨૫% અને વરિષ્ઠ નાગરિકોને ૭.૭૫% વ્યાજ આપવામાં આવે છે. ઇન્ડિયન બેન્કની ૩૦૦-દિવસની FD પણ છે જેના હેઠળ ૫ હજારથી ૨ કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને તેમાં રોકાણ કરવાની છેલ્લી સમય ૩૧ ઓગસ્ટ છે. તે સામાન્ય લોકોને ૭.૦૫ ટકા અને વરિષ્ઠ નાગરિકોને ૭.૫૫ ટકા વ્યાજ આપે છે.

જાે તમે ૩૧મી જુલાઈ સુધી ITR ફાઈલ નથી કર્યું તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ભરવી પડશે. ૫ હજાર રૂપિયાનો આ દંડ ૧ ઓગસ્ટ ૨૦૨૩થી લાગુ થશે. જાે તમે અંતિમ તારીખ સુધીમાં તમારુ ITR ફાઇલ કરવામાં નિષ્ફળ થશો તો તમારી પાસે રિટર્ન ફાઇલ કરવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીનો સમય છે. ૩૧ જુલાઈ પછી આઈટીઆર ફાઈલ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ની કલમ 234F હેઠળ ૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.

જાે કે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે, તેમણે ૧૦૦૦ રૂપિયા જમા કરાવવા પડશે. IDFC બેન્કે ૩૭૫ દિવસ અને ૪૪૪ દિવસ માટે અમૃત મહોત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જેમાં રોકાણ કરવાની છેલ્લી તક ૧૫ ઓગસ્ટ છે. ૩૭૫ દિવસની FD પર મહત્તમ વ્યાજ ૭.૬૦ ટકા છે.

૪૪૪ દિવસની FD પર મહત્તમ વ્યાજ ૭.૭૫ ટકા છે. જાે તમારી પાસે બેન્કને લગતું કોઈ કામ હોય જે બ્રાન્ચમાં ગયા વિના પૂરું ન થાય તો તેને જલદી પતાવી લો, કારણ કે ઓગસ્ટમાં બેન્કો કુલ ૧૪ દિવસ માટે બંધ રહેવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.