Western Times News

Gujarati News

બિહારની ચૂટણીમાં પક્ષના પ્રચાર માટે ઉપયોગ થશે

લોકોના મોં પર સુશાંત, મોદી, પાસવાન કે ફાનસની તસ્વીર સાથેના માસ્ક જાેવા મળશે
(એજન્સી) નવીદિલ્હી, રાજકીય પક્ષો ખાસ કરીને બિહારની ચૂટણીમાં માસ્કનો પક્ષના પ્રચાર કરવા માટે ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. પક્ષો તેમના મુદ્દા લખેલા કે નેતાઓની તસ્વીર સાથેના માસ્કનુ વિનામૂલ્યે વિતરણ કરશે. જેથી તેઓ મતદારોને કોરોનાની સાથે સાથે અન્ય પક્ષના વાઈરસથી પણ બચાવી શકે. પક્ષોના નારા લખેલા માસ્કના બિહારના આંકડા ચોંકાવનારા છે. ભાજપે હીં સુશાંતસિંહ રાજપૂતના ફોટાવાળા રપ હજાર સ્ટીકર અને ર૦ હજાર માસ્ક વહેચી ચુક્યો છે. અને તદુપરાંત, પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, ભારતના નકશા અને પક્ષના ચૂંટણી ચિહ્નવાળા અંદાજે ૧ર લાખ માસ્ક વહેચવાનુ ભાજપનુ આયોજન છે.

રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ તેના માસ્કમાં મધુબની પઇન્ટીંગ શૈલીનો ઉપયોગ કર્યો છે. લોજપા આવા ૬ લાખ માસ્ક વહેચવાની તૈયારી કરી રહ્યુ છે. જેમાંથી કેટલાકમાં મેસેજ હશે- તો બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ બાકીના માસ્કમાં રામવિલાસ પાસવાનના ફોટા હશે લાલુપ્રસાદ યાદવનુ રાજદ સતાવાર રીતે આવુ કંઈ નથી કરી રહ્યુ. પણ તેના નેતાઓ અને કાર્યકરો સ્થાનિક સ્તરે પક્ષના ચૂંટણી ચિહન ફાનસ છાપેલા માસ્ક વહેચી રહ્યા છે.

કોંગ્રસના કેટલાંક નેતાઓ- કાર્યકરો રાહુલ, પ્રિયંકાા અને સોનિયા ગાૃધીના ફોટા સાથેના માસ્ક વહેેચવાની તૈયારીમાં છે. રાલોસપા તેના ચૂંટણી ચિહન ‘પંખા’ સાથેના ૧ લાખ માસ્ક વહેચવાની તૈયારી કરી રહી છે. જ્યારે સીપીઆઈ આવ કંઈ કરવાની નથી. તેના પોલીટ બ્યુરોના સભ્ય ધીરેન્દ્ર ઝાનુ કહેવ છે કે અમે બેરોજગારી, ગરીબી સહિતના જનતાના મૂળ મુદ્‌ાઓ જ ઉઠાવીશુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.