ઓટોમેટિક હથિયારો સાથે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા નકસલીઃ 31 ઠાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Bijapur-1024x576.jpg)
બીજાપુરમાં ૩૧ નક્સલવાદી ઠાર-૨ જવાન શહીદ થયા જવાનોને સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો મળ્યા -બીજાપુર જિલ્લાના એડાપલ્લી વિસ્તારમાં અથડામણ થઈ
બીજાપુર, છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. જાણકારી મુજબ, આ અથડામણ ઘણા કલાકોથી ચાલી રહી છે. અથડામણમાં ૩૧ નક્સલીઓ ઠાર થયાના સમાચાર મળી રહ્યા છે. ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી વિજય શર્માએ આની પુષ્ટિ કરી છે.
એનકાઉન્ટરમાં ૨ જવાન શહીદ થયા છે અને ૨ જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને બચાવીને રાયપુર લાવવાની તૈયારી ચાલી રહી હતી. મળેલી માહિતી મુજબ, બીજાપુર જિલ્લાના એડાપલ્લી વિસ્તારમાં અથડામણ થઈ રહી છે. નેશનલ પાર્કના સેન્ડ્રા વિસ્તારમાં સતત ફાયરિંગ થઈ રહ્યું છે.
મળેલી માહિતી મુજબ, ડીઆરજી અને એસટીએફના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નક્સલીઓની નેશનલ પાર્ક એરિયા કમિટી ફરસેગઢમાં સક્રિય છે. જવાનોને સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ મળ્યા છે. નક્સલીઓના મોતનો આંકડો વધવાની શક્યતા છે.
મળેલી માહિતી મુજબ, નેશનલ પાર્ક અથડામણમાં અત્યાર સુધી ૩૧ વર્દીધારી નક્સલીઓના મૃતદેહો મળી આવ્યા છે. અથડામણના સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક પદાર્થો પણ મળી આવ્યા છે. હાલ મૃતક નક્સલીઓની ઓળખ થઈ નથી. આ નક્સલીઓ કોણ છે અને કયા વિસ્તારમાં સક્રિય હતા, તે અંગેની પોલીસ તપાસ કરી રહી છે. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. મળેલી માહિતી મુજબ, બંને ઘાયલ જવાનોની હાલત સ્થિર છે.
ઘાયલ જવાનોને વધુ સારી સારવાર માટે હાયર સેન્ટર મોકલવાની તૈયારી ચાલી રહી છે. અથડામણના વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી રહી છે. જવાનોની ટીમ આ વિસ્તારમાં સતત સર્ચ કરી રહી છે.
બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક એરિયા કમિટીના જંગલમાં ડીઆરજી, એસટીએફ અને બસ્તર ફાઇટરની સંયુક્ત ટીમ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. જવાનોને અત્યાર સુધી ૩૧ વર્દીધારી નક્સલીઓના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ અથડામણના સ્થળેથી મોટી માત્રામાં છદ્ભ ૪૭, જીન્ઇ, ૈંદ્ગજીછજી રાઇફલ, ૩૦૩, મ્ય્ન્ લોન્ચર, હથિયારો અને વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા છે.
થોડા દિવસો પહેલાં પણ છત્તીસગઢ, ઓડીશા સીમામાં થેયલાં અન્ય એક એનકાઉન્ટરમાં ૧૬ નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં, જેમાં ૯૦ લાખ રૂપિયાના ઈનામી ચલપતિ પણ સામેલ હતો. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે.