હાઈવે પર નીલગાય બાઈક સાથે અથડાતા બે પોલીસકર્મીનાં મોત
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લખતર પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. હાઈવે પર બાઈક પર સવાર બે પોલીસકર્મીઓ જઈ રહ્યા હતા. આ સમયે અચાનક નીલગાય વચ્ચે આવી ગઈ હતી અને બાઈક સાથે જાેરદાર અથડાઈ હતી. જે બાદ બાઈક પલટી ખાઈ ગયુ હતુ અને દૂર ફેંકાયુ હતું.
આ દુર્ઘટનામાં એક પોલીસકર્મીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયુ હતુ. જ્યારે અન્ય પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ સિવાય નડિયાદમાંથી પણ અકસ્માતની એક ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરેન્દ્રનગરના લખતર-જમર ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે પોલીસકર્મીઓ બાઈક પર બેસીને જઈ રહ્યા હતા. એ સમયે હાઈવે પર અચાનક નીલગાય વચ્ચે આવી ગઈ હતી અને બાઈક સાથે ભયંકર અથડાઈ હતી. જેના કારણે બાઈક પલટી ખાઈ ગયુ હતુ અને દૂર સુધી ફેંકાયુ હતુ.
બંને પોલીસકર્મીઓ બાઈક પરથી નીચે પટકાતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતુ. બનાવની જાણ થતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ વિભાગને કરવામાં આવી હતી. તો ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આ પોલીસકર્મીનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલાં બંને પોલીસકર્મીઓનાં કરુણ મોત નીપજ્યા હતા. પોલીસકર્મીઓનાં મોત બાદ તેમના પરિવારમાં પણ ભારે શોક જાેવા મળ્યો હતો. બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. ત્યારે અકસ્માતના આ કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.