કારચાલકે બાઈક સવારને અડફેટે લઈ મારી નાંખવાની ધમકી આપીઃ ફરિયાદ નોંધાઈ
ખંભાળિયા, ખંભાળિયામાં બેઠક રોડ પર રહેતા સંજયભાઈ વેજાણદભાઈ આંબલિયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે પાછળથી ધસી આવેલા કારચાલકે બાઈકને અડફેટે લેતા સંજયભાઈ બાઈક પરથી પટકાયા હતા અને કારચાલક મુરૂ રામડાને કાર સરખી રીતે ચલાવવાનું કહેતા ધોકો લઈ સંજયભાઈને મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. આ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
યુવાન ઃ કોટા ગામે રહેતો હબીબ ઈસ્માઈલ ખીરા નામનો યુવાન તેની વાડીએથી ટ્રેકટરમાં ઘાસચારો ભરી ગામમાં જતો હતો ત્યારે આમદ અલીની વાડી પાસે પહોચ્યો હતો ત્યારે સામેથી મોઈન દોસમામદ નામનો શખ્સ વાહન લઈને આવતા હબીબ ઊભો રહી ગયો હતો
અને બાદમાં મોઈન દોસમામદ અને ઝાબીરે આ બાબતે ઝઘડો કરી મારકૂટ કરી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
યુવાન પર હુમલાની ફરિયાદ ઃ મૂળ મેઘપર ટીટોડી ગામના અને હાલમાં પડાણા પાટિયા પાસે રહેતો કિશન ભીખાભાઈ રાઠોડ નામનો યુવાન બાઈક લઈને ખંભાળિયા આવતો હતો ત્યારે રસ્તામાં હોટલ પાસે પહોંચ્યો હતો
ત્યારે જયદીપસિંહ જાડેજા નામના શખ્સે કાર બેફિકરાઈપૂર્વક ચલાવી સામે આવતા કિશને બાઈક ઊભું રાખી દીધું હતું અને બાદમાં જયપાલસિંહે લાકડાના ધોકાથી હુમલો કરી કારમાં લઈ જઈ મારકૂટ કરી જયદીપસિંહ અને અજાણ્યા શખ્સે જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી નાસી છૂટયા હતા. પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.