Western Times News

Gujarati News

ચોરીની ૧૫ બાઈક સાથે બે ઇસમોને ખેડબ્રહ્મા પોલીસે ઝડપ્યા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, મિલકત તથા બાઈક સંબંધી ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓની સૂચના અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ ડીઆર પઢેરીયા તથા પીએસઆઇ વહોનીયા એ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ, જીગ્નેશકુમાર મનુભાઈ, ધવલકુમાર કેવળભાઈ, વિકાસ કુમાર હસમુખભાઈ, મનીષકુમાર ડાયાભાઈ, અક્ષય કુમાર પોપટભાઈ ,

દિલીપકુમાર રણછોડભાઈ તથા રાજેશકુમાર રમેશભાઈની એક ટીમ બનાવેલ અને આ ટીમ કાર્યરત હતી તે દરમિયાન આપોકો દિલીપભાઈ રણછોડભાઈ તથા આપોકો અક્ષય કુમાર પોપટભાઈને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે સાબરકાંઠા બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લામાં મો.સા.ની ચોરીઓ કરતો વિક્રમ ઉર્ફે વીરુ શાયબાભાઈ ખેર રહે. સોનરપ. તા કોટડા જી.ઉદયપુર રાજસ્થાન વાળો

એચ એફ ડીલક્ષ કાળા કલરનું વાદળી પટ્ટા વાળું બાઈક લઈને ખેડબ્રહ્માથી ખેડવા તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ખેડવા આઉટપોસ્ટ આગળ શંકાસ્પદ મો.સા.ની વાચમાં હતા ત્યારે ઉપરોક્ત મો.સા. આવતાં તેને રોકી ચાલકનું નામ પૂછતાં પોતાનું નામ વિક્રમ ઉર્ફે વિરુ ઉ.વ. ૨૮ તથા પાછળ બેસેલ ઈસમ ભરતકુમાર સાયબાભાઈ ખેર.ઉ.વ. ૨૨ રહે. સોનરપ.તા કોટડા જિલ્લા ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવેલ હતું.

તથા એચ એફ ડીલક્ષ કાળા કલરની વાદળી પટ્ટા વાળી મોટરસાયકલ ના પાસિંગના તથા માલિકી અંગેના આધારપુરા માંગતા તે ન હોવાનું તથા કોની માલિકીની છે ક્યાંથી લાવેલ છે તે પૂછતાં સંતોષકારક જવાબ ન આપી સંતોષકારક હકીકત જણાવતો ન હોય મોટર સાયકલના રજીસ્ટ્રેશન નંબર આધારે પોકેટ કોપ ની મદદથી તપાસ કરતાં આ મોટરસાયકલ ખ્તદ્ઘ- ૦૮-હ્વઙ્ઘ ૨૭૭૫ જણાઈ આવેલ

જે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં નોંધાયેલ જણાતા ઉપરોક્ત મોટરસાયકલ ની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ગણી પકડાયેલ બંને આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતાં આરોપી વિક્રમે પંદર બાઈકો ની ચોરી કરેલ કબૂલ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.