કલાર્કની પરીક્ષાના ઉમેદવારોનું આંદોલન યથાવતઃ બંધ બારણે જીલ્લા કલેકટરે ઉમેદવારોને સમજાવવા પ્રયાસ કર્યો
પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા લેવા ઉમેદવારોની માંગઃ પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બિનસચિવાલય ક્લાર્ની પરીક્ષામાં થયેલ કથિત ગેરરીતિઓના મામલે વિદ્યાર્થજીઓમાં આક્રોશ વધી રહ્યો છે. ગઈકાલે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચતા સમગ્ર ગોધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. વિદ્યાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.
ગઈકાલે ૧૮ૅ તાપમાનમાં પણ રાત્રે મોટી સંખ્યામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ઉમેદવાર ઠંડીમાં બેસી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉમેદવારોને મળ્યા હતા. અને આ સંદર્ભે તેઓ મુખ્યમંત્રી તથા રાજ્યપાલને પત્ર લખશે તેમ જણાવ્યુ હતુ.
આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ અસિત વોરાની ઘરની બહાર હાબાળો કરતા સુત્રોચ્ચાર કરતા પોલીસે એનએસયુ આઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પરીક્ષાના ઉમેદવારોની માંગ છે. પરીક્ષામાં મોટાપ્રમાણમાં ગેરરીતિઓ થઈ હોવાને કારણે પરીક્ષા રદ કરવી, જેના જવાબમાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.પરીક્ષામાં થયલ ગેરરીતિઓને સંદર્ભે તપાસ જરૂર પડશે. પરંતુ ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાની માંગ સ્વીકારાશે નહીં.
ઉમેદવારોનો આક્રોશ વધી રહ્યો છે. અને જણાવે છે કે તેઓ તેમની માંગણીમાં અડગ છીએ.
અને જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશ આજે વહેલી સવારથી જ એકત્રિત થયેલ ઉમેદવારોએ સુત્રોચ્ચાર શરૂ કરતા વાતાવરણ તંગ બન્યુ હોવાનું જાણવા મળે છે. ઉમેદવારો જણાવે છે કે પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષા સરકાર જાહેર કરે અને તેઓ તે માટેની ફી પણ આપવા તૈયાર છે. જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા ઉમેદવારોની મુલાકાત લીધી ઉમેદવારોએ કલેકટરની સમજાવટ છતાં મુખ્યમંત્રી અને અસિત વોરાને મળવાનો ઇન્કાર કર્યો છે.
સરકારના પ્રયાસો તથા તલસ્પર્શી તપાસ થશે તથા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી મળતા રાજય સરકાર તરફથી ચર્ચા માટે મળેલી આમંત્રણનો સ્વીકર કરી ઉમેદવારો તરફથી યુવરાજ તથા અન્ય પાંચ સભ્યો ગાંધીનગર કલેકટરની ઓફિસે ચર્ચા માટે પહોંચ્યા ચર્ચા માટે સરકારે આપેલ આમંત્રણને સ્વીકારી યુવરાજ, પાંચ પ્રતિનિધિઓ સામે ગાંધીનગર કલેકટરની ઓફિસે પહોંચતા જ માત્ર બે જ આગેવાનોને ચર્ચા માટે બોલાવતા, આંદોલન પર ઉપરેલા કેટલાંક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે બંધ બારણે શરૂ થયેલ ચર્ચાનો કેટલાંક ઉમેદવારો વિરોધ કરતા જણાવે છે કે બંધ બારણે સરકારે શરૂ કરેલી ચર્ચામાં વિશ્વાસ નથી.
જીલ્લા કલેકટર ઉમેદવારોને સમજાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ મામલે અધિકારીઓએ પાંચ જેટલી માંગણીઓ સ્વીકારી હતી તેમજ ઉંડાણ પૂર્વક અભ્યાસ કરીશું અને સરકાર સમક્ષ આ અંગે બીજી રજૂઆતો પણ કરીશું તેવી બાંહેધરી આપી હતી. તેમ છતાં વિદ્યાર્થીઓએ ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.